હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા

Posted 1 hour ago with 3 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી અનોખી ‘લાડુ સ્પર્ધા’ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંપરાગત લાડુ અને દાળ સાથે યોજાયેલી આ સ્પર્ધા નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા
1/3
તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા
2/3
તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા
3/3

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા

૨૫થી ૭૫ વર્ષની વયના ૨૮ સ્પર્ધકો વચ્ચે જામ્યો રસાકસીભર્યો જંગ : વિજેતાને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર,"

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ અંતર્ગત યોજાયેલી અનોખી ‘લાડુ સ્પર્ધા’ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંપરાગત લાડુ અને દાળ સાથે યોજાયેલી આ સ્પર્ધા નિહાળવા માટે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી તથા તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ૨૫થી ૭૫ વર્ષની વયજૂથના કુલ ૨૮ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધાના નિયમ મુજબ સ્પર્ધકોએ ૩૦ મિનિટના નિર્ધારિત સમયમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાના હતા. સ્પર્ધા શરૂ થતાં જ સ્પર્ધકોએ ઝડપથી લાડુ આરોગવાનું શરૂ કર્યું હતું. પ્રથમ ૧૫ મિનિટમાં અનેક સ્પર્ધકો સરેરાશ ૧૫ જેટલા લાડુ ખાઈને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

જોકે અંતિમ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવવા માટે પાંચ સ્પર્ધકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. સ્પર્ધકો ૨૨, ૨૪ અને ૨૬ લાડુના આંકડા સુધી પહોંચતા ઉપસ્થિત દર્શકોએ તાળીઓ અને ચિચિયારીઓથી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. અંતિમ મિનિટોમાં તો સ્પર્ધા વધુ રોમાંચક બની હતી.

આખરે વિંછીયા તાલુકાના ઓરી ગામના વતની અને ગત વર્ષની લાડુ સ્પર્ધાના વિજેતા બળવંતભાઈ રાઘવાણીએ ૩૦ મિનિટમાં કુલ ૨૮ લાડુ આરોગીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા જાહેર કરવામાં આવતાં બળવંતભાઈને રૂ. ૨,૦૦૦નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, દર્શકોના મોટા ઉત્સાહ અને પ્રતિસાદથી સ્પર્ધકોનો ઉત્સાહ વધ્યો હતો. તરણેતરનો મેળો માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરતો મેળો નથી, પરંતુ લોકોમાં આનંદ, ઉત્સાહ અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.

કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીમતી વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી શ્રી કે. એન. કાચા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિજેતા બળવંતભાઈ રાઘવાણીને પ્રોત્સાહિત કરી રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

ભારત, ધર્મ

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ‘સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું વિશેષ સન્માન કરાયું.