હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

શિક્ષિકાએ કહ્યું “અમેરિકા જતાં પહેલાં લીધી છે એનઓસી” અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર નામ

Posted 1 year ago with 72 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાવનાબેન પટેલ વિડીયો જાહેર કરીને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે મેં અમેરિકા જતાં પહેલાં એનઓસી લીધેલી છે. મારી પાસે પુરાવા છે. અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે.

શિક્ષિકાએ કહ્યું “અમેરિકા જતાં પહેલાં લીધી છે એનઓસી” અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર નામ
1/1

અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં શિક્ષિકા સામે આવી છે. 

પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ વિડીયો જાહેર કરીને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે મેં અમેરિકા જતાં પહેલાં એનઓસી લીધેલી છે. મારી પાસે પુરાવા છે. અંબાજીના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. 

 તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહ્યું છે. તેઓ વર્ષમાં એકાદ વાર હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવી રહ્યાના હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ મામલાએ તૂલ પકડતાં તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે ભાવના પટેલે એક વિડીયો જાહેર કરી પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે હું નિકળી ત્યારે જિલ્લા પંચાયતમાંથી એનઓસી લીધી છે. 

પછી અમેરિકાની પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલા માટે એ વખતે પણ એનઓસી લીધી છે. મેં બધી જગ્યાએ એનઓસી આપેલી છે. અને તેમછતાં મારી પાસે તેના પુરાવા છે. તે જાતે તપાસ કરી શકો અથવા હું જ્યારે ત્યારે આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ. 

શું કહ્યું પ્રિન્સિપાલે?

ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પારૂલબેન મહેતાએ જણાવ્યાનુસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' બાળકોના જણાવ્યાનુસાર, જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી.

આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે વિદેશમાં રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મંગાવવામાં આવશે અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવશે. ફરજ પર ગેરહાજર રહી વિદેશમાં રહેતા જણાશે તેવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

બનાસકાંઠા શિક્ષણ વિભાગમાં 8 વર્ષથી ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ઉઘાડી પડતાં ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.