હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

ગરબે ઘૂમો પણ રહો સતર્ક-સાવધ નવરાત્રીપર્વમાં આનંદના અતિરેકમાં ભાન ભુલેલા દિકરા-દિકરીઓ રેપ,ગેંગ રેપ અને બ્લેકમેઈલીંગ નો શિકાર ન બને તેનું રાખો ધ્યાન

Posted 1 year ago with 90 views

Story by Team Samachar Sathe | 16 mins read

સમાચાર સારાંશ: મા આધ્યશક્તિ જગદંબાની આરાધના, ઉપાસના અને સાધના કરવાના અત્યંત મહત્વપૂર્ણ મહોત્સવમાં વિક્રુતિ આવી ગઈ છે. આભલા જડેલા અને ભરતકામથી બનાવેલા કલાત્મક વસ્ત્રો અને મેકઅપથી સુંદરતાથી યૌવન ખીલી ઉઠે છે.

ગરબે ઘૂમો પણ રહો સતર્ક-સાવધ નવરાત્રીપર્વમાં આનંદના અતિરેકમાં ભાન ભુલેલા દિકરા-દિકરીઓ રેપ,ગેંગ રેપ અને બ્લેકમેઈલીંગ નો શિકાર ન બને તેનું રાખો ધ્યાન
1/1

ગરબે ઘૂમો પણ રહો સતર્ક-સાવધ નવરાત્રીપર્વમાં આનંદના અતિરેકમાં ભાન ભુલેલા દિકરા-દિકરીઓ રેપ,ગેંગ રેપ અને બ્લેકમેઈલીંગ નો શિકાર ન બને તેનું રાખો ધ્યાન 

વિશ્વના સૌથી લાંબા ન્રુત્યોત્સવ ગણાતા નવરાત્રી પર્વની રાત્રીએ નાના બાળકોથી લઈ વયોવ્રુધ્ધ લોકો માં ભારે ઉત્સાહ જોવા મળે છે.મા આધ્યશક્તિ જગદંબાની આરાધના, ઉપાસના અને સાધના કરવાના અત્યંત મહત્વપૂર્ણ મહોત્સવમાં વિક્રુતિ આવી ગઈ છે. આભલા જડેલા અને ભરતકામથી બનાવેલા કલાત્મક વસ્ત્રો અને મેકઅપથી સુંદરતાથી યૌવન ખીલી ઉઠે છે.

નવરાત્રી પર્વની રીઢીયાળી રાતે ગરબે ઘુમવાનો આનંદ કઈંક અનેરો હોય છે.જાણે યૌવન હિલોળે ચડતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.પરંતુ નવરાત્રીપર્વની રાત્રીઓમાં ગુનાહિત માનશિકતા ધરાવતા તત્વો પણ સક્રિય બનતા હોય છે.ઘરથી દુર દુરના અંતરે પાર્ટી પ્લોટ અને ફાર્મ પર યોજાતી ગરબા પાર્ટી ક્યારેક ભયાનક પણ સાબિત થાય છે.નવરાત્રીપર્વમાં આનંદના અતિરેકમાં ભાન ભુલેલા દિકરા-દિકરીઓ રેપ,ગેંગ રેપ અને બ્લેકમેઈલીંગ નો શિકાર બની જાય છે. નવરાત્રી ની રાત્રે કેટલીક એવી પણ ઘટનાઓ બનતી હોય છે, જે ભયાનક જીવલેણ સાબિત થાય છે નવરાત્રીપર્વ પહેલાં, નવરાત્રી પર્વ દરમ્યાન કે નવરાત્રી પર્વ બાદ આપણે સહુએ સાવધાની અને સતર્કતા રાખવી હિતાવહ છે, દરેક વ્યક્તિએ સતર્કતા, સુરક્ષા અને સલામતિ જાળવવી જોઈએ. 

રેપ પાર્ટી ડ્રગ્સ

નવરાત્રીપર્વ દરમીયાન કેટલાક હવસખોર તત્વો રેપ પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ કરે છે.ટાર્ગેટ બનાવેલી યુવતી કે મહિલાની નજર ચુકવી રેપ પાર્ટી ડ્રગ્સ ચાલાકીપુર્વક ઠંડા પીણાં ,નાસ્તો કે પાણીમાં ભેળવી દે છે.જેના કારણે નશાયુક્ત પ્રવાહી પીનાર મહિલાને ચક્કર આવે છે,તેની સેક્સ ની ઈચ્છા કામુક બની જાય છે. મહિલાઓ સરળતાથી ટાર્ગેટ બની જાય છે. 

*રેપ ગેંગરેપ*

નવરાત્રીપર્વની રાત્રે એકાંત અને સુમસામ સ્થળ પર મહિલાઓ પર રેપ કે ગેંંગરેપની ઘટનાઓ પણ બનતી હોય છે.ક્યારેક તો પ્રેમ સંબંધો કેળવીને મહિલાઓને ફસાવવામાં આવે છે.મહિલા પર પ્રેમ સંબંધોના નામે કે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મની ઘટનાઓ બની શકે છે. 

*બ્લેક મેઈલીંગ*

પ્રેમ સંબંધો કેળવી અથવા તો તક મળતાં જ મહિલા પર રેપ ગેંગરેપ કર્યા બાદ પણ મહિલાઓને સતત બ્લેકમેઈલીંગ કરીને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ બહાર આવે છે.ક્યારેક તો એક તરફી પ્રેમમાં પાગલ બનેલા હવસખોરો મહિલાને સોશીયલ મિડિયામાં બદનામ કરતા હોવાની ફરિયાદો પણ નોંધાતી હોય છે.

*ચોરી લૂંટ*

નવરાત્રપર્વ દરમીયાન ગરબે ઘુમવામાં મશગુલ લોકોના પર્સ,વોલેટ,કિંમતી ઘરેણાં કે કિંમતી ચીજવસ્તુની ચોરી લૂંટની ઘટનાઓ બનતી હોય છે.

*બનાવટી પોલીસ ચલાવે છે લૂંટ*

અસલી પોલીસ લોકોની સલામતી માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે.જે સમયે લોકોની લૂંટ ચલાવતી નકલી પોલીસ સક્રિય બને છે.નવરાત્રીપર્વ માં શહેરથી દુરના સ્થળો પર ગરબે ઘુમવા જતા લોકોને બનાવટી પોલીસ ચેકીંગના બહાને લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે.ક્યારેક તો એકાંત સ્થળે બિભત્સ હાલતમાં મળી આવતા યુવક યુવતીઓ પાસેથી બનાવટી પોલીસ રોકડ રકમ , કિંમતી ચીજવસ્તુ કે ઘરેણાં ની લૂંટ કરતી હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ગુનાહિત તત્વો બ્લેક મેઈલીંગ કરી ધાકધમકી આપી મહિલા પર દુષ્કર્મ પણ ગુજારતા હોય છે. 

*જીવલેણ અકસ્માત*

નવરાત્રીપર્વ દરમીયાન લોકો શહેરથી દુરના સ્થળો પર ગરબા જોવા જાય છે.રાત્રી દરમીયાન બેફામ ઝડપે દોડતા વાહનોને જીવલેણ અકસ્માતો નડે છેે.કેટલાક લોકોના મોત નીપજે છે તો કેટલાક લોકોને કાયમી અપંગતા આવે તેવી ઈજાઓ થાય છેેે.

*હત્યા - આત્મહત્યા*

નવરાત્રીપર્વ દરમીયાન કે પર્વ બાદ હત્યાની ઘટનાઓ પણ બનતી હોય છે.એક તરફી પ્રેમ,પ્રેમ સંબંધો કે પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા કે પ્રિય પાત્રના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોના કારણે હત્યા કરવાની ઘટનાઓ બનતી હોય છે.ક્યારેક તો પ્રેમ સંબંધોના કારણે આત્મહત્યા કરવાની ઘટનાઓ પણ બને છે.

*બ્લેક મેઈલીંગ*

ગરબાની પ્રેક્ટીસ દરમિયાન કે ગરબા ઉત્સવમાં કેટલાક શખસો ચાલાકીપુર્વક યુવતીઓના મોબાઈલ નંબર મેળવી લે છે.ગરબાની રમઝટ દરમિયાન યુવતીના ફોટા કે વિડિયો શુટ કરાય છે.જે ફોટા કે વિડિયોને મોર્ફ કરી અશ્લિલ પોસ્ટ બનાવી યુવતીને બ્લેકમેઈલીંગ કરાય છે તો ક્યારેક બદનામ પણ કરવામાં આવતી હોય છે.

*નવરાત્રિ પર્વ પહેલાં, નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિ પર્વ બાદ શું કરવું અને શું ન કરવું જોઈએ ?*

સતર્કતા ગ્રુપના ચીફ ફાઉન્ડર જ્યોતિ પટેલ દ્વારા ગરબા મહોત્સવ પહેલાં, ગરબા મહોત્સવ દરમિયાન અને ગરબા મહોત્સવ બાદ તમામ નાગરીકોને સતર્ક રહેવા માટે અનુરોધ કરતાં કહે છે કે ગરબા રમતા દરમિયાન ખાસ કરીને યુવાનો-યુવતીઓએ સતર્કતા અને સાવધાની રાખવી ખુબ જરુરી છે.

-ગરબા રમવા માટે ઘરથી દુરના સ્થળે ન જવું જોઈએ.

-સંતાનોને એકલા ગરબા રમવા જે કે જોવા માટે ન મોકલો,તેમની સાથે પરિવારની એક વ્યક્તિએ સાથે જવું જરુરી છે.

-ગરબા રમનારના ગ્રુપના તમામ સભ્યનું નામ,સરનામું,તેમના માતાપિતા-વાલીની તમામ વિગતો ઘરે જણાવો.

-શરીરના અંગોનું વરવું પ્રદર્શન કરતા વસ્ત્રો ન પહેરો, ટૂંકા વસ્ત્રો, ઢીંચણથી ઉપરના ભાગ દેખાય, પીઠ ખુલ્લી દેખાય કે છાતીનો ઉભાર દેખાય તેવા વસ્ત્રો ન પહેરો. યાદ રાખો કે ધાર્મિક તહેવાર છે કોઈ ફેશન પરેડ નથી. માતાપિતાએ પણ પુત્રીઓ ને મર્યાદામાં રાખવી હિતાવહ છે. 

-રાત્રીના સમયે કોઈ વ્યક્તિ અંધારી કે એકાંત જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરે કે બળજબરી કરે તો જવું નહીં,તે સમયે બુમરાડ મચાવી અન્ય લોકોની મદદ માંગો

-કોઈ મિત્ર,પરિચિત વ્યક્તિ કે કોઈપણ વ્યક્તિ ચા-કોફી-ઠંડાપીણાં કે નાસ્તો આપે તો તેનો સ્વિકાર કરવો નહીં.

-તમારી પાણી-ઠંડા પીણાંની બોટલ કે નાસ્તાનું પેકેટ અન્ય કોઈ વ્યક્તિને સાચવવા ન આપો.

-ગરબા દરમિયાન કોઈપણ જાણિતી કે અજાણી વ્યક્તિ તમારા ફોટા પાડે કે વિડિયો શુટ કરે તો તુરત જ તે વ્યક્તિને અટકાવી દો,તેની પાસેના કેમેરા-મોબાઈલ ફોનમાંથી દ્રશ્યો તુરત જ ડીલીટ કરાવી દો અને પોલીસને જાણ કરો

-કોઈપણ પુરુષ કે સ્રી રાત્રીના સમયે એકાંતમાં મળવાની ઓફર કરે તો જવું નહીં,હની ટ્રેપનો શિકાર બની જશો

-રાત્રે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તુરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો

-કોઈ વ્યક્તિએ ઓફર કરેલું પાણી,ઠંડાપીણાંકે નાસ્તો ખાધા-પીધા પછી ચક્કર આવે કે તબીયત અચાનક બગડે તો લોકાના ટોળાં વચ્ચે પહોંચી જઈ તુરત જ મેડીકલ સહાય મેળવો,અંધારી એકાંત જગ્યાએ જવું નહીં,તુરત જ પરિવારજનોને કોલ કરી સ્થળ પર બોલાવી લો,એકલા કે અન્ય વ્યક્તિની સાથે ઘરે જવા ન નીકળો,રસ્તામાં તમારી સાથે કઈંપણ બની શકે છે.આરામ કરવા કોઈ રૂમ માં લઈ જવાનો પ્રયાસ કરે તો જવું નહીં. 

-કોઈ મિત્ર કે કોઈ વ્યક્તિ તમને અન્ય વ્યક્તિ સાથે મિત્રતા કરવા લાલચ આપે,દબાણ કરે,પ્રલોભન આપે,આડકતરી રીતે ધમકી આપે તો તુરત જ પરિવારજનોને જાણ કરો અને ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો

-તમારા પ્રત્યે એકતરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ ઈમોશનલ બ્લેકમેઈલીંગ કરે,આત્મહત્યાની કે કોઈપણ પ્રકારની ધમકી આપે તો તુરત જ પોલીસનો સંપર્ક કરો

-તમારા વિડિયો કે ફોટો મોર્ફ કરી અશ્લિલ ફોટો-વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપે તો તુરત જ તે વ્યક્તિ સામે ગુનો નોંધાવો,તે વ્યક્તિ તમને એકાંતમાં મળવા બોલાવે તો તેને મળવા જવાની મુર્ખામી ન કરો

-નવરાત્રી દરમિયાન તમારા પરિચયમાં આવેલી વ્યક્તિ(સ્રી કે પુરુષ )તમને એકલા મળવા બોલાવે તો જવું નહીં,મળવા જવું હોય તો જાહેર સ્થળ પર બોલાવો તે સમયે પરિવારની વ્યક્તિને સાથે રાખો.જો તેનો ઈરાદો ખરાબ જણાય તો તુરત જ પોલીસને જાણ કરો.

-ગરબા ગાઈને મોડી રાત્રે ઘરે પરત ફરતા હો ત્યારે કોઈ અજાણ્યા લોકો તમને પોલીસની ઓળખ આપી તપાસના બહાને પરેશાન કરે કે તમારી પાસે રુપીયા-ઘરેણાં-કિંમતી વસ્તુઓની લુંટ કરવાનો પ્રયાસ કરે તો તુરત જ પોલીસને જાણ કરો

-ગરબા રમતા હો ત્યારે તમારું પર્સ,વોલેટ,કિંમતી વસ્તુઓ અને મોબાઈલ ફોન પરિવારની વ્યક્તિને જ સાચવવા આપો.જેમ તેમ મુકી ન દો. 

-તમારા ફોટા,વિડિયો કે સેલ્ફિના ફુટેજ તમારા પુરતા જ રાખો,સોશિયલ મિડિયા પર અપલોડ કરવવાની મુર્ખામી ન કરો

-તમારો મોબાઈલ નંબર,ઈમેઈલ એડ્રેસ,આધારકાર્ડની નકલ,ડ્રાઈવિંગ લાયસન્સની નકલ કોઈને ન આપો કે તમારું સરનામું અને પરિવારની અંગત વિગતો કોઈને ન આપો.

-તમારી સાથે પરિચયમાં આવેલી વ્યક્તિ સાથે અત્યંત લાગણીશિલ બનીને તમારી અંગત વિગતો,નબળાઈઓ કે પરિવારની કોઈ વિગતો ન આપો

-કોઈપણ મિત્ર કોઈપણ પ્રકારના વ્યસન કરવાની ઓફર કરે કે દબાણ કરે તો નશાકારક વસ્તુથી દુર રહો,તે ઓફરને નકારો,ટેસ્ટ કરવાની મુર્ખામી એકવાર કરશો તો નશાના એડીક્ટ બની જશો,તમે દરેક રીતે બરબાદ થઈ જશો.ખાસ કરીને ગ્રુપ માં નશાની એડીક્ટ વ્યક્તિ હોય તો તેને ગ્રુપ માંથી રીમુવ કરો અથવા તે ગ્રુપ થી તમારે જાતે જ દુર થઈ જવું હિતાવહ છે 

-રાત્રે અજાણી વ્યક્તિના વાહનમાં લિફ્ટ ન લેવી.જો તમારું વ્હીકલ બગડે તો તુરત જ પોલીસને જાણ કરો અને પરિવારની વ્યક્તિને સ્થળ પર બોલાવો

-ગરબા દરમિયાન સામાન્ય પરિચયમાં આવેલી વ્યક્તિ તમને કોઈ ગીફ્ટ આપે,આર્થિક મદદ કરવાની ઓફર કરે કે સેલીબ્રેશન પાર્ટીની ઓફર કરે તો તેની ઓફરને નકારી દો,તેની ઓફરનો સ્વિકાર કરશો તો ઈમોશનલ બ્લેકમેઈલીંનો શિકાર બની જશો.

-કોઈ વ્યક્તિ તમને કોઈપણ પ્રકારે બ્લેક મેઈલીંગ કરે તો તુરત જ પોલીસને જાણ કરો,ગુનો નોધાવો,ગભરાશો નહીં કે સમાજમાં બદનામ થવાનો ડર રાખશો નહીં.પોલીસ તમારી માહિતી ગુપ્ત રાખશે.

-ગરબા મહોત્સવ પહેલાં,ગરબા મહોત્સવ દરમિયાન અને ગરબા મહોત્સવ બાદ સતર્કતા અને સાવધાની રાખવાની ખુબ જરુરી છે.ગુનાહીત માનશિકતા ધરાવતા તત્વોથી સાવધ રહેવું.

-કોઈપણ વ્યક્તિ તમને મેસેજ કરે,કોલ કરે કે સોશિયલ મિડિયા પર માનશિક રીતે તનાવ ઉભો કરવાનો પ્રયાસ કરે તો તુરત જ પોલીસનો સંપર્ક કરો

-જો આનંદના અતિરેકમાં આવી જઈ,કોઈનાથી ક્ષણિક પ્રભાવિત થઈને કે ઈમોશનલ બનીને કે કોઈપણ પ્રકારે તમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો સહેજપણ ગભરાયા વગર કે ડર રાખ્યા વગર તમારી સત્ય હકિકત માતાપિતા,પરિવારજનો,વિશ્વાસુ વ્યક્તિ સમક્ષ રજુ કરો,તુરત જ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોધાવો.તમારી બેદરકારી કે ગભરાટ ભવિષ્યમાં ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે.

-કોઈ પરિસ્થિતિ એવી સર્જાય કે તમને અંતે આત્મહત્યા કરવાના વિચારો આવે તો અંતિમ પગલું ન ભરો,માતાપિતા,પરિવારજનો અને પોલીસને ઘટનાની જાણ કરો.

-પ્રેમી સાથે શરિરસુખ માણવાની ભુલ ન કરતા,તમે રેપ-ગેંગરેપ અને બ્લેકમેઈલિગનો શિકાર બની જશો,કોઈએ તમારી અંગતપળોના ફોટા કે વિડિયો શુટ કર્યા હોય અને તમને બ્લેકમેઈલીંગ કરે તો સહેજપણ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો.

-ખાસ કરીને યુવાનો સહિત તમામ પુરુષોએ પણ સતર્ક રહેવું, કોઈ અજાણી સ્ત્રી સાથે મિત્રતા ન કેળવવી, કોઈ અજાણી સ્ત્રી એકાંત માં મળવા બોલાવે તો ન જવું, કોઈ અજાણી સ્ત્રી ને વાહનમાં લિફ્ટ ન આપો, તેની સાથે આર્થિક વહેવાર ન કરો

-યુવાન દિકરાના માતાપિતાએ તેમના સંતાનોની હરકતો પર ધ્યાન રાખવું

-પુત્ર કોઈ યુવતી કે સ્ત્રી પ્રત્યે પ્રેમ સંબંધો કે અનૈતિક સંબંધ બનાવ્યો હોવાનું જાણવા મળે તો તુરત જ તેને સમજાવો અને સંબંધોનો અંત લાવી દો

-ગરબા રમવા જતા પહેલાં પુત્રપુત્રી ના મોબાઈલમાં ગુગલ ડ્રાઈવનું લાઈવ લોકેશન ચાલુ કરી દો, ઘરે પરત ફરે ત્યાં સુધી ચાલુ રાખવું

-મોડી રાત્રે વાહન બગડી જાય કે વિકટ પરિસ્થિમાં મુકાઈ ગયા છો તે પોલિસની હેલ્પલાઈન ૧૦૦ અને ૧૮૧ પર કોલ કરો

-પોલિસ હેલ્પલાઈન ૧૦૦,ટ્રાફિક હેલ્પ લાઈન ૧૦૯૫,મહિલા હેલ્પલાઇન ૧૮૧ અને સાયબર ક્રાઇમ હેલ્પલાઈન ૧૯૩૦ પર કોલ કરી મદદ માંગો

-પુત્ર પુત્રી હતાશ નિરાશ જણાય તો તેનું સાચું કારણ શોધો, તેની સાથે સમજાવટથી કામ લો

-ગરબાની પ્રેક્ટીસ કરાવતા ક્લાસિસ ના સંચાલકોએ ખૂબ સતર્કતા, સાવધાની રાખવી. દરેક ખેલૈયાઓ ની સુરક્ષા સલામતી માટે ગંભીર બનો, દરેકના ઓળખપત્ર મેળવો, કોઈ પોતાની સાચી ઓળખ છુપાવે અને બનાવટી બોગસ નામ, સરનામું દર્શાવતા ખોટા પુરાવા આપે તો તુરત જ પોલિસને જાણ કરો

-ગરબાની પ્રેક્ટીસ સલામત સ્થળે જ કરાવો, દૂરના સ્થળે ન લઈ જવા

-ગરબા પુરા થયા બાદ દરેક ખેલૈયાઓ ને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવાની જવાબદારી નું ચોક્કસાઈથી પાલન કરો, ગરબા પુરા થયા બાદ કોઈ યુવતી કે યુવાન ઘરે જવાને બદલે અન્ય સ્થળે જતા હોવાનું માલુમ પડે તો તેમના વાલીઓને જાણ કરો

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.