હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kgના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો

Posted 1 year ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નવા LPG દર આજથી અમલી બન્યા

બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kgના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો
1/1

બજેટ પહેલા સરકારે આપી રાહત, LPGના ભાવમાં થયો ઘટાડો

બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kgના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સતત બીજા મહિને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે તે સમયે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સરકારે લોકોને રાહત આપી દીધી છે.

દેશના મોટા શહેરોમાં કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 

નવા LPG દર આજથી અમલી બન્યા છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.5 રુપિયા થયો છે. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયા ઘટીને 1797 રૂપિયા, કોલકાતામાં 1907 રુપિયા અને ચેન્નાઈમાં 1959.5 રુપિયા પ્રતિ સિલિન્ડર થયા છે. જયપુરમાં પણ કમર્શિયલ સિલિન્ડરોના ભાવ 6.5 રુપિયા ઘટીને 1825 રુપિયા થ‌ઈ ગયા છે.

આ પહેલા વર્ષ 2025 ની શરૂઆતમાં એટલે કે પહેલી જાન્યુઆરીએ સરકારે કમર્શિયલ LPG સિલિન્ડરોના ભાવમાં 14થી 16 રુપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. જોકે, એ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો હતો.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર છે:-

ઘરેલું 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ઓગસ્ટ 2024 થી બદલાઈ નથી. ફેબ્રુઆરી 2025માં ઘરેલુ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 802.5 રુપિયા, દિલ્હીમાં 803 રૂપિયા, કોલકત્તામાં 829 રુપિયા અને ચેન્નાઈમાં 818.5 રુપિયા છે. 

બજેટમાં લોકોને શું અપેક્ષા છે:-

પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં પેટ્રોલિયમ પેદાશો પરની ડ્યુટીમાં ઘટાડો કરવાની ઉદ્યોગને અપેક્ષા છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર એલપીજી અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સંબંધિત કેટલીક રાહતો જાહેર કરી શકે છે. હવે તમામની નજર બજેટ પર છે. લોકોને અપેક્ષા છે કે સરકાર ગેસ સિલિન્ડર પરની સબસીડી વધારી લોકોને રાહત આપશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.