હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ભાદરવો ભરપૂર:ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ

Posted 9 months ago with 17 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભાદરવો ભરપૂર:ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ
1/1

ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ  

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો, જ્યાં જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત વાવમાં 5 ઇંચ, ભાભરમાં 4.61 ઇંચ વરસાદ પડ્યો હતો. 

રાજ્યના 221 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો. જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ, વાવમાં 5 ઇંચ, ભાભરમાં 4.61 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ, કપરાડામાં 4.13 ઇંચ, વ્યારામાં 4.06 ઇંચ, થરાદમાં 3.94 ઇંચ, વલસાડમાં 3.7 ઇંચ,ધરમપુરમાં 3.54 ઇંચ, સાંતલપુરમાં 3.5 ઇંચ, દેહગામમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

રાજ્યમાં 102.89 ટકા વરસાદ

અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 907 .30 મિમિ એટલે કે 102.89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 107.99 ટકા જેટલો નોંધાયો હતો, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34 ટકા, ઉત્તર ગુજરાતમાં 106.50 ટકા, કચ્છમાં 99.17 ટકા અને સૌરાષ્ટ્રમાં 91.29 ટકા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 35.37 મિમિ વરસાદ નોંધાયો હતો. 

નર્મદા ડેમમાં 91.33 ટકા જળસંગ્રહ

હાલ રાજ્યમાં પડી રહેલા વરસાદની વચ્ચે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 91.33 ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ 84.76 ટકા જેટલો નોંધાયો હતો. રાજ્યના 125 જળાશયો હાઇ એલર્ટ પર છે, 20 જળાશયો એલર્ટ પર અને 15 જળાશયો વોર્નિંગ પર છે. તે ઉપરાંત 93 ડેમ 100 ટકા ભરાયેલા છે, 67 ડેમ 70 ટકાથી વધુ ભરાયેલા છે, 17 ડેમ 50 ટકાથી વધુ ભરાયેલા છે.   

18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા

ગુજરાત અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યની નદીઓ બે કાંઠે વહી હતી. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અનેક લોકો નદીમાં ફસાઈ ગયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.

સાબરમતી નદીના પાણીમાં 8 લોકો ફસાઈ ગયા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામ પાસે સાબરમતી નદીના પાણીમાં 8 લોકો ફસાઈ ગયા હોવાની માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નદીમાં ભારે પ્રવાહ હોવા છતાં, જવાનોએ બહાદુરીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામ 8 લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તે ઉપરાંત સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામ નજીક સાબરમતી નદીના ધસમસતા પાણીમાં 9 લોકો, જેમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકો ફસાયા હતા. આ અંગેની જાણ એનડીઆરએફની ટીમને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સફળ ઓપરેશન પાર પાડીને તમામ 9 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ સિવાય, બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસ નદીની વચ્ચે ફસાયેલા એક યુવકને પણ એસડીઆરએફ ટીમ અને મામલતદાર કચેરીના સ્ટાફની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મેશ્વો નદીમાં ભારે પુરની પરિસ્થિતિ સર્જાતા દહેગામ તાલુકાના હરસોલી ગામના 23 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી રીતે નદી, નાળા, કોઝવે કે નીચાણવાળા વિસ્તાર માં ન જવાની અપીલ કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.