સમાચાર સારાંશ: ભાદરવી પૂનમ ના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો અંબાજી મંદિર જોવા મળ્યો હતો.
આજે ભાદરવી પૂનમ , શક્તિપીઠ અંબાજીમાં માઇભક્તોનો મહાસાગર ઉમટ્યો 7 દિવસના મહાકુંભમા લાખોની સંખ્યામા માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા નો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાદરવી પૂનમના દિવસે માતાજીની 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તો એ માતાજીના દર્શન નો લાભ લીધો
અંબાજી ખાતે તારીખ 12 સપ્ટેમ્બર થી શરુ થયેલો ભાદરવી મહાકુંભ નો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમ ના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો અંબાજી મંદિર જોવા મળ્યો હતો. આજે ભાદરવી પૂનમ પર વહેલી સવારે 6 કલાકે માતાજી ની મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન આ 7 દિવસના મહાકુંભમા લાખોની સંખ્યામા માઇભકતો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ભાદરવી મહાકુંભને લઇ આજે પુનમના દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો વહેલી સવાર થી માતાજીના દર્શન કરવા આવ્યા હતા. બોલ મારી અંબે જય જય અંબે નો નાદ કરતા કરતા ભક્તો માતાજીના આશીર્વાદ લેવા પહોચ્યા હતા. ભાદરવી પૂનમનું અનેરું મહત્વ હોય છે ત્યારે પુનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
7 દિવસના મેળામાં 6 દિવસ દરમ્યાન 27 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે. અને આજે પણ ભક્તો અવિરત પણે માતાજીના દર્શન કરવા તેમજ માતાજીના મંદિર ના શિખરે ધજા અર્પણ કરવા ઉમટી રહ્યા છે. મહાકુંભના મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવશે અને માં અંબાના આશીર્વાદ લેશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



