હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

મૂવી રિવ્યૂ: ચાલો જાણીએ મનોજ બાજપાઈની 100મી ફિલ્મ 'ભૈયા જી' કેવી લાગી દર્શકોને

Posted 2 years ago with 76 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: ફિલ્મની કથા એક પૂર્વ ગુનેગાર 'ભૈય્યા જી'ની છે, જે તેના નાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે નિકળે છે. , જેમાં મનોજ બાજપાઈએ તેમના અભિનયની વિવિધતા અને શક્તિ બતાવી છે.

મૂવી રિવ્યૂ: ચાલો જાણીએ મનોજ બાજપાઈની 100મી ફિલ્મ 'ભૈયા જી' કેવી લાગી દર્શકોને
1/1

મનોજ બાજપાઈની 100મી ફિલ્મ 'ભૈયા જી' એ દર્શકોને પસંદ આવી રાહી છે અને તેણે દર્શકોના મનમાં ખાસ છાપ છોડી છે. આ ફિલ્મમાં એક પૂર્વ ગુનેગારની વાત છે જે પોતાના નાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે સત્તાધારી માફિયા સામે લડાઈ શરૂ કરે છે અને તેના વફાદાર મિત્રો અને અનુયાઈયો પણ તેની લડાઈમાં તેની સાથે જોડાય છે. ફિલ્મની શરૂઆત એક દિલધડક દૃશ્યથી થાય છે, જ્યાં ભૈયાજી પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈને દાઝી જતા જુએ છે અને તેને ખબર પડે છે કે તેની હત્યા થઈ છે અને પછી ફિલ્મમાં પ્રતિશોધની આ કથા નાટકીય રીતે રજૂ કરવામાં આવી છે જે જાણીતી હોવી છતાં પણ દર્શકોને જકડી રાખે છે. 

બોલિવુડની ફિલ્મોમાં પ્રતિશોધની વાતો પહેલા ખૂબ જ લોકપ્રિય હતી. જૂના અને જાણીતા ફોર્મેટની આ તેમજ વાર્તા તેમજ મનોજ બાજપાઈની અભિનય કુશળતા અને એક્શન દૃશ્યોની જોરદાર પ્રસ્તુતિ ફિલ્મને રોચક બનાવે છે. જોકે કેટલા ક દર્શકોના મતે ફિલ્મની શરૂઆતનો રોમાંચ સમય સાથે ઘટતો જાય છે અને ફિલ્મ 90ના દાયકાના બોલીવુડ ફોર્મ્યુલામાં રોકાય જાય છે. ફિલ્મમાં એક્શન દૃશ્યો સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે તેમજ મેક્રો શોટ્સ અને સ્લો મોશનના ઉપયોગ સાથેના લડાઈના દૃશ્યો દર્શકોને આકર્ષે છે.  

મનોજ બાજપાઈએ તેઓની ૧૦૦મી ફિલ્મ ભૈય્યાજીની ભૂમિકામાં તેમની અભિનય કુશળતા બતાવી છે, જેમાં તેઓએ ભાવનાત્મક દૃશ્યો અને એક્શન-પેક સીક્વન્સ વચ્ચે ખુબજ સરસ રીતે બેલેનસીંગ કર્યું છે. ઝોયા હુસેન તેમની મંગેતરની ભૂમિકામાં ખૂબ જ સુંદર રીતે નીભાવી છે, જે એક રાષ્ટ્રીય સ્તરની શૂટિંગ ચેમ્પિયન છે અને જરૂર પડે તેમની કુશળતાનો ઉપયોગ કરે છે. વિપિન શર્માએ ભ્રષ્ટ પોલીસ તારીખે સરસ એકટીંગ કરી છે, અને સુવિંદર વિકી અને જતિન ગોસ્વામી એ પણ તેઓની ભૂમીક જીવંત કરી છે. ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ સિંહ કાર્કી છે, જેમણે 'સિર્ફ એક બંદા કાફી હૈ' જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ દિગ્દર્શિત કરી છે, પરંતુ 'ભૈય્યા જી'માં તેમણે કથાની પસંદગીમાં ચૂક કરી હોવાનું લાગે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.