હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં ભારે વરસાદના કારણે ભાખરવડ ડેમ ઓવરફ્લો જૂનાગઢ ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

Posted 2 years ago with 82 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: માળીયાનો જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં ભારે વરસાદના કારણે ભાખરવડ ડેમ ઓવરફ્લો જૂનાગઢ ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
1/1

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં ભારે વરસાદના કારણે ભાખરવડ ડેમ ઓવરફ્લો જૂનાગઢ ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

માળીયાનો જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ 

જોવા મળ્યો અગાઉ પહેલા વરસાદના કારણે 90% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો હતો, ત્યારે આજ રોજ ગીર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભાખરવડ અવરફલો થયો.જ્યારે ભાખરવડ ડેમની નીચે આવેલ મેઘલ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ.જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા ગામને નદિના પટાગણમા અવરજવર ના કરવા અપાય સુચના.જેમાં વડાળા, અવાણીયા, જાનડી, ધુમટી, આબેચા નાની ધણેજ, મોટી ઘણેજ, સમઢિયાળા, ગળું સહિતના ગામને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. 

આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. 

આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન