હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે દરવર્ષે વહી જાય છે પાણીમાં

Posted 2 years ago with 48 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સરકાર દ્વારા કાળુભાર નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે તૂટી ગયાને એક વર્ષ જેવો સમય વિતી ગયો

ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે દરવર્ષે વહી જાય છે પાણીમાં
1/2
ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે દરવર્ષે વહી જાય છે પાણીમાં
2/2

ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે દરવર્ષે વહી જાય છે પાણીમાં 

ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતાં કોઝવે તૂટી ગયો હતો, કોઝવે તૂટી જતાં પંદરથી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ગતવર્ષ ભારે વરસાદ થતાં કાળુભાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના ભારે પ્રવાહના કારણે દોઢ વર્ષ પૂર્વે બનાવેલો ભાણગઢ પાળીયાદ વચ્ચેનો કોઝવે તૂટી ગયો હતો, પરંતુ કોઝવે તૂટી ગયાને આજે એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં નવો કોઝવે નહિ બનતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકોને વાડી ખેતરે કે અન્ય ગામે જવા માટે ત્રાપા બોટનો ઉપયોગ કરવો પડે છે, ભારે વરસાદ હોય ત્યારે ગામની બંને તરફથી પસાર થતી રંઘોળી અને કાળુભાર નદીના પાણી ગામ ફરતેથી પસાર થતા હોય ગામ બેટમા ફેરવાય છે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના છેવાડાનું ગામ ભાણગઢ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમ્યાન સંપર્ક વિહોણું બની જાય છે, ભાણગઢ ગામની ફરતેથી કુલ ત્રણ નદીઓ વહી રહી છે, જેમાં ઘાંઘળી થી ભાણગઢ જવાના માર્ગ પર બે નદીઓ આવેલી છે, જ્યારે ભાણગઢ થી પાળીયાદ જવાના માર્ગે એક નદી આવેલી છે, ચોમાસા દરમ્યાન આ ત્રણે નદીઓમાં ભારે પ્રવાહ વહેતો થતાં ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બની જાય છે, જેમાં ગતવર્ષ થયેલા ભારે વરસાદ ના કારણે ભાણગઢ પાળીયાદ ગામ વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે નબળી કામગીરીના કારણે તૂટી ગયા બાદ આજ દિન સુધી બન્યો ના હોય લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, આ રસ્તે રોજના એક હજારથી વધુ લોકો પસાર થતા હોય જેથી તૂટી ગયેલા કોઝવે ના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોને વાડી, ખેતરોમાં કે આ તરફ આવેલા પાળીયાદ, રાજપરા, દેવળીયા સહિતના 15 થી વધુ ગામો તરફ જવા માટે ફરજિયાત આ રસ્તેથી પસાર થવું પડે છે, પરંતુ કોઝવે તૂટી ગયેલો હોય લોકો અવર જવર માટે બનાવવામાં આવેલી તરાપા બોટમાં બેસી જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે, એમાં પણ ભારે પ્રવાહ વહેતો હોય ત્યારે લોકોને 25 કિમી દૂરના ચમારડી રોડ અથવા 50 કિમી અંતર કાપી ભાવનગર માઢિયા રોડ પરથી ફરી ફરીને અન્ય ગામે જવું પડે છે, ત્યારે આ કોઝવે ને રીપેરીંગ કે નવો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા કાળુભાર નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો કોઝવે તૂટી ગયાને એક વર્ષ જેવો સમય વિતી ગયો, પરંતુ નવો કોઝવે નહિ બનતા ભાણગઢ થી પાળીયાદ જવા માટે લોકોને જીવના જોખમે તરાપા બોટમાં બેસી નદીમાંથી પસાર થવું પડે છે. લોકોને ઇમરજન્સીના સમયે આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે કૉઝવે ને ફરી લોકોપયોગી બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.