હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..' ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે થઇ બબાલ ...સામ-સામે આવી આવી ગયા નેતાઓ

Posted 2 years ago with 69 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ-સામે આવી ગયેલા ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઇ હોત

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..' ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે થઇ બબાલ ...સામ-સામે આવી આવી ગયા નેતાઓ
1/1

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'

ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે થઇ બબાલ ...સામ-સામે આવી આવી ગયા નેતાઓ

ડેડિયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામ-સામે આવી ગયેલા ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે એ હદે તુ તુ મેં મેં અને બોલાચાલી થઇ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઇ હોત. આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યાં હતાં અને મામલો ઉગ્ર બની ગયો હતો. 

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરી હતી કે 'ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યા છે. ભાજપના લોકો ભેગા થાવ અને તાલુકા પંચાયત કચેરીએ પહોંચો હું નીકળી ગયો છું' જો કે મનસુખ વસાવા અને તેના સમર્થકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલાથી જ ચૈતર વસાવા તેના સમર્થકો સાથે ત્યા હાજર જ હતા એટલે બન્ને પક્ષે તણાવ ઉભો થયો હતો. આ સમયે જ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સવાલો કરતા સામે મનસુખ વસાવાએ પણ તેની ટિપીકલ સ્ટાઇલમાં જ જવાબો આપતા વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. ચાલો જાણીએ બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલીમાં તેઓ એકબીજાને શું-શું બોલ્યાં તે વિડિઓ જોઈએ 

ડેડીયાપાડા વિસ્તારમાં રાહુ કેતુ ટકરાયા. સમ સામે શબ્દો ની થઇ વણઝારા.
સૂત્રોની મળતી માહિતી અનુસાર રાજપીપલા જિલ્લના ડેડીયાપાડા મત વિસ્તારમાં ભરૂચ ના ભૂતપૂર્વ સંસદ મનસુખ ભાઈ વસાવાએ ટ્વિટર ઉપર આપ જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના ડેડીયાપાડા ના ચાલુ ધારાસભ્ય ચૈતર વસાવા વિરિધ્ધ ટ્વીટ કરતા મનસુખ ભાઈ વસાવા ડેડીયાપાડા તાત્કાલિક પંચાના સભ્યો બોલાવી મિટિંગ કરતા ચૈતર વસાવા ત્યાં પહોંચી આ વાતનો ખુલાસો માંગતા મામલો ગરમાયો હતો.

ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડીયાપાડા ના તાલુકા વિકાસ અધિકારી પાસે 6 મહિના થી પડતર કામગીરી અંગે જવાબ માંગી કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર બહાર આવ્યો. ઘણીબધી યોજનાઓમાં કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા .આ ભ્રષ્ટાચાર નો રેલો ભાજપના કમલમ સુધી પહોંચે તેમ હોય, તેને ડામવા માટે ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ મનસુખ વસાવાએ તાલુકા વિકાસ અધિકારી ને ધમકાવ્યા હોવા અંગે ની વિવાદિત અને ઉશ્કેરણી જનક પોસ્ટ " ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર મૂકતા, ચૈતર વસાવાને આ અંગે જાણ થતા, તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા, અને મનસુખ વસાવા પાસે ખુલાસો માંગ્યો. અને મનસુખ વસાવાના વિરોધમાં દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. અને નિષ્પક્ષ તપાસ થાય તે અંગે ફરિયાદ કરી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.