હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

ભરૂચ લોકસભાના 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યો

Posted 2 years ago with 25 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રતિબંધ પર સ્ટે આવતાની સાથે ચૈતરભાઈ વસાવા પોતાની વિધાનસભા ડેડીયાપાડા ખાતે જવા રવાના થયા હતા. ડેડીયાપાડા પહોંચવાની સાથે જ ચૈતરભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાને ફુલહાર કર્યા હતાં

ભરૂચ લોકસભાના 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યો
1/4
ભરૂચ લોકસભાના 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યો
2/4
ભરૂચ લોકસભાના 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યો
3/4
ભરૂચ લોકસભાના 'આપ'ના ઉમેદવાર ચૈતર વસાવા પર લગાવવામાં આવેલ નર્મદા જિલ્લામાં પ્રવેશ પરના પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યો
4/4

BHARUCH CHAITAR VASAVA આમ આદમી પાર્ટીના  ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજે નામદાર હાઇકોર્ટ દ્વારા આ પ્રતિબંધ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પર સ્ટે આવતાની સાથે ચૈતરભાઈ વસાવા પોતાની વિધાનસભા ડેડીયાપાડા ખાતે જવા રવાના થયા હતા. ડેડીયાપાડા પહોંચવાની સાથે જ ચૈતરભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાને ફુલહાર કર્યા હતાં. આ દરમિયાન ચૈતરભાઇ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવી હતી કે, નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર રાજપીપળા કોર્ટ દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી હતી, પરંતુ આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મારી અરજી સ્વીકારવામાં આવી છે અને મારા મત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. 

હું આજે મારા મતવિસ્તારમાં આવીને મારા લોકો અને મારા પરિવાર વચ્ચે આવીને ખૂબ જ ખુશી અનુભવું છું. છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા મત વિસ્તારમાં આવી નથી શક્યો તે માટે હું જનતાની માફી માગું છું. પરંતુ આજે સત્યની જીત થઈ છે માટે આજે હું ફરી એકવાર મારી જનતાની વચ્ચે આવ્યો છું. આજે ફરી એકવાર સાબિત થઈ ગયું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. હું આવનારી લોકસભા ચૂંટણીનો ઉમેદવાર પણ છું માટે હું લોકો તરફથી પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું. 

હું ડેડીયાપાડાના લોકોના દીકરા સમાન છું અને સમગ્ર વિધાનસભાના લોકો મારા પરિવાર સમાન છે. આવનારા દિવસમાં એક દીકરાના રૂપે હું તમામ લોકોને મળવાનો પ્રયત્ન કરીશ. હાલ સમય ઓછો છે, પરંતુ અમે વધુને વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આવનારી લોકસભા ચૂંટણીને જો ધ્યાનમાં રાખીએ, તો સમગ્ર ડેડીયાપાડાના લોકો આજે મારી સાથે છે. અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે. માતાજીની માનતા હતી તે અનુસાર આવતીકાલે સવારે 6 વાગે હું માતાજીના દર્શન કરવા જઈશ. ત્યારબાદ સવારે 8:00 વાગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરીશું. આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન