સમાચાર સારાંશ: દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું ચૈતર વસાવા સામે "જો તપાસ નહીં થાય તો ભાજપ છોડી દઈશ"
ભરૂચ-નર્મદાના રાજકારણમાં ભૂકંપ ના અણસાર સાંસદ મનસુખ વસાવાની પોતાની જ સરકારને ચીમકી, "જો તપાસ નહીં થાય તો ભાજપ છોડી દઈશ"
દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો કરી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
મનસુખ વસાવાએ માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ પોતાની સરકાર સામે બગાવતી તેવર બતાવતા 'ભાજપ' છોડવાની પણ ચીમકી આપી છે.
મુખ્ય આક્ષેપ એ છે કે"વિકાસના કામોમાં તોડબાજી"સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરો વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરો પાસે મોટી રકમની માંગણી (તોડબાજી) કરવામાં આવે છે, જેના કારણે પ્રજાના કામો અટકી રહ્યા છે.
સરકાર સામે અલ્ટીમેટમ "ન્યાય નહીં તો પક્ષત્યાગ"મનસુખ વસાવાએ સરકાર પાસે આ મામલે તટસ્થ અને ઊંડી તપાસની માંગ કરી છે. તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું કે જો રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર અને તોડબાજી રોકવામાં સાથ નહીં આપે તો તેઓ મૌન નહીં રહે.
જો વહીવટી તંત્ર અને સરકાર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા પણ અચકાશે નહીં.
વર્ચસ્વની લડાઈ કે લોકહિત?
રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ તરીકે જોઈ રહ્યા છે. એક તરફ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ સતત સક્રિય છે અને તેમની લોકપ્રિયતા વધી રહી છે, ત્યારે મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના મુદ્દે તેમને ઘેરવાની રણનીતિ અપનાવી હોય તેમ લાગે છે.
ભ્રષ્ટાચારીઓ સામે લડવા માટે મારે કોઈ પદની લાલચ નથી. જો મારી જ સરકારમાં આવા તત્વોને છાવરવામાં આવશે, તો મારે ભાજપમાં રહેવાની કોઈ જરૂર નથી." – મનસુખ વસાવા (સાંસદ, ભરૂચ
આગળ શું થશે? હવે જોવાનું એ રહેશે કે ભાજપનું પ્રદેશ નેતૃત્વ મનસુખ વસાવાને મનાવવામાં સફળ રહે છે કે પછી ચૈતર વસાવા સામે કોઈ કાયદાકીય તપાસના આદેશ આપવામાં આવે છે.
આ વિવાદ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પણ મોટી અસર કરી શકે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



