હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર NCP ચીફે મોટી જાહેરાત કરી છે. જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે તેવી સંભાવના

Posted 2 years ago with 65 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અજિત પવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાજનીતિને ઘરની અંદર ન આવવા દેવી જોઈએ.

મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર NCP ચીફે મોટી જાહેરાત કરી છે. જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે તેવી સંભાવના
1/1

મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર NCP ચીફે મોટી જાહેરાત કરી છે. જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે તેવી સંભાવના 

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. અને ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે જ NCP ચીફે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે તેવી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં NCP ચીફ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે આજે (15 ઓગસ્ટ) સ્વતંત્રતા દિવસે જ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે 'હું આ વખતે વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં.' જોકે, તેમણે આ નિર્ણય 2024ની વિધાનસભા ચૂંટણી માટે લીધો છે કે કાયમ માટે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ ઉપરાંત અજિત પવારે વધુમાં 'મે 7-8 ચૂંટણી લડી છે. એટલે હવે મારી ચૂંટણી લડવા ઈચ્છતા નથી.' અજિત પવારના નિવેદનને લઈને નિષ્ણાતોનું માનવું છેકે પવાર તેમના પુત્ર જય પવારને તેમની બેઠક પરથી ઉતારી શકે છે. જો કે, જ્યારે પત્રકારોએ તેમને આ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે 'આ અંગેનો નિર્ણય પાર્ટીની સંસદીય બોર્ડ લેશે.' નોંધનીય છેકે બે દિવસ પહેલા જ લોકસભામાં સુનેત્રા પવારને ચૂંટણી લડાવવા પર એક નિવેદન આપ્યું હતું. અજિત પવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, રાજનીતિને ઘરની અંદર ન આવવા દેવી જોઈએ. 

હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. મેં મારી બહેન સામે મારી પત્ની સુનેત્રાને ચૂંટણી મેદાનમાં ઉતારીને ભૂલ કરી હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. પરંતુ (NCPના) સંસદીય બોર્ડે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે મને લાગે છે કે, આ ખોટો નિર્ણય હતો.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન