હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

આ ચિત્રકારે સમયને પોતાની પીછીથી ચિત્રોમાં બાંધ્યો છે ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે ૩૦૦૦ દિવસમાં ૩૦૦૦ પેઇન્ટિંગ પૂરા કર્યા

Posted 2 years ago with 132 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કલા સફર વિશેની વાત કરીએ તો તેમણે અનેક એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 6 વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે

આ ચિત્રકારે સમયને પોતાની પીછીથી ચિત્રોમાં બાંધ્યો છે ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે ૩૦૦૦ દિવસમાં ૩૦૦૦ પેઇન્ટિંગ પૂરા કર્યા
1/1

આ ચિત્રકારે સમયને પોતાની પીછીથી ચિત્રોમાં બાંધ્યો છે ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે ૩૦૦૦ દિવસમાં ૩૦૦૦ પેઇન્ટિંગ પૂરા કર્યા

ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે તારીખ 17/5/2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવની યાત્રા શરૂ કરી હતી આજના દિવસે તેમણે ૩૦૦૦ દિવસમાં ૩૦૦૦ પેઇન્ટિંગ પૂરા કર્યા અને ઈતિહાસ રચ્યો છે. .કલા માટે નોકરી ને છોડી ને નક્કી કર્યું જીવશ તો કલા માટે જ…કહેવાય છે ને “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” … ગુજરાતના મહીસાગર જિલ્લાનાં છાયણ ગામના વતનની અને માટીના માનવી ચિત્રકાર બિપિન પટેલની 

આ ચિત્રકારે સમયને પોતાની પીછીથી ચિત્રોમાં બાંધ્યો છે ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે ૩૦૦૦ દિવસમાં ૩૦૦૦ પેઇન્ટિંગ પૂરા કર્યા

કલા સફર વિશેની વાત કરીએ તો તેમણે અનેક એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 6 વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે.જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેમને 2300 દિવસ માં 2300 પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે world’s greatest record પણ પોતાના નામે કરી ચૂક્યા છે . તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે મળ્યો છે.

આર્ટિસ્ટ બિપીન પટેલે ,દિલ્હી,મુંબઈ, ઇન્દોર , અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ જગ્યાએ આર્ટ વર્કશોપ પણ કર્યા છે. તેમનું વોટર કલર પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે.

કોરોનાનાં કપરા કાળમાં પણ આ ચિત્રકારે ઓનલાઇન ક્લાસ કરીને દેશ વિદેશથી કલાના જીજ્ઞાશુઓને કલા જ્ઞાન આપ્યું છે જેમાં મોટા મોટા IAS,IPS ડોક્ટર , જજ તેમજ સાયન્ટિસ્ટ જેવા ઉચ્ચ કક્ષાના મહાનુભાવોને ચિત્રકલા શીખવ્યું છે . અવિરત શીખવાડવાનું ચાલે છે .તેમના પેઇન્ટીંગની વિદેશમાં માંગ છે.

કલાની અવિરત યાત્રાાએ એમની મુલાકાત અનેક મહાનુભાવો સાથે કરાવી છે.જિલ્લા સહીત ગુજરાતના અધિકારી રૂબરૂ મળીને એમના કામને બિરદાવે પણ છે. રાજા મહારાજના વંશજો પણ એમના પેઇન્ટિંગની મુલાકાત તેમજ શીખવા પણ જાય છે .વાત હમેંશા મરજીની નથી હોતી ,વાત સમયની અને તેના મહત્વની હોય છે અને સમય ક્યારેય જલ્દી કોઈનો થતો નથી. પણ આ કલાકારે પોતાના ચિત્રોમાં સમય ને ચોક્કસ બાંધ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન