હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

ભાજપે દિગ્ગજ નેતાને ફટકારી નોટિસ ભાજપમાં મતભેદ અને ઝઘડાઓ સામે આવ્યા જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારમાં રસ ન લીધો ઉપરાંત ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને પણ નોટિસ પાઠવી છે.

Posted 2 years ago with 27 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ચૂંટણી પ્રચારથી દૂરી બનવી લીધી હતી. તેમના આ વલણને જોઈને હવે પાર્ટીએ કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને બે દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ ઉપરાંત ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને પણ નોટિસ પાઠવી છે.

ભાજપે દિગ્ગજ નેતાને ફટકારી નોટિસ ભાજપમાં મતભેદ અને ઝઘડાઓ સામે આવ્યા જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારમાં રસ ન લીધો ઉપરાંત ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને પણ નોટિસ પાઠવી છે.
1/1

ભાજપે દિગ્ગજ નેતાને ફટકારી નોટિસ
ભાજપમાં મતભેદ અને ઝઘડાઓ સામે આવ્યા
જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારમાં રસ ન લીધો 

ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને બે દિવસમાં આ નોટિસ પર જવાબ આપવા કહેવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત સિન્હા પાર્ટીએ તેમને ટિકિટ ન આપવાના નિર્ણયથી નારાજ છે અને તેથી જ તેમણે ચૂંટણી પ્રચારથી દૂરી બનવી લીધી હતી. તેમના આ વલણને જોઈને હવે પાર્ટીએ કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને બે દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ ઉપરાંત ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને પણ નોટિસ પાઠવી છે.

ભાજપે જયંત સિન્હાને આપેલી નોટિસમાં લખ્યું છે, લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યારથી પાર્ટીએ મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા મતવિસ્તારથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારથી તમે ન તો ચૂંટણી પ્રચારમાં રસ લઈ રહ્યા છો કે ન તો સંગઠનાત્મક કામમાં. આ ઉપરાંત તમે લોકશાહીના આ મહાન પર્વમાં તમારા મતના અધિકારનો ઉપયોગ કરવાનું પણ યોગ્ય ન માન્યું. તમારા આ વલણથી પાર્ટીની છબી ખરડાઈ છે. આ કારણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીની સૂચના બાદ જયંત સિન્હાને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને આ નોટિસ અંગે 2 દિવસમાં ખુલાસો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ભાજપે જયંત સિન્હા ઉપરાંત ધનબાદ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ નિવેદન આપવા બદલ ધનબાદના ધારાસભ્ય રાજ ​​સિન્હાને કારણ બતાવો નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના મહાસચિવ આદિત્ય સાહુએ કહ્યું કે 'આ શિસ્તનો મુદ્દો છે અને પાર્ટી આ વિષય પર ઝીરો ટોલરન્સ ધરાવે છે.' જો કે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં મતભેદ અને ઝઘડાઓ સામે આવ્યા છે.

જયંત સિન્હાએ રાજકારણને અલવિદા કહી દીધું હતું
હજારીબાગના સાંસદ અને ભાજપ નેતા જયંત સિન્હાએ ચૂંટણી પ્રચારથી દૂરી લીધી હતી. જો કે માર્ચમાં જયસ્વાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ જયંતને મળવા આવ્યા હતા. જયંતે X પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'ભાજપના હજારીબાગ લોકસભા ઉમેદવાર મનીષ જયસ્વાલ આજે મળ્યા હતા. હું તેમને ચૂંટણી માટે શુભેચ્છા પાઠવું છું. અમે કમળને રેકોર્ડ માર્જિનથી જીતાડશું.' એટલું જ નહીં, ટિકિટની જાહેરાત પહેલા જ જયંત સિન્હા પોતે ચૂંટણીના રાજકારણને અલવિદા કહી દીધું હતું.

ભાજપના નેતા જયંત સિન્હાના પુત્ર આશિર સિન્હા ઝારખંડમાં કોંગ્રેસ (ઈન્ડિયા બ્લોક)ના મંચ પર જોવા મળ્યા હતા. આ પછી ભારે હોબાળો થયો હતો. હોબાળા બાદ કોંગ્રેસે પણ આ મામલે ખુલાસો કર્યો હતો. ઝારખંડમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુરનું કહેવું હતું કે 'રેલીમાં યશવંત સિન્હાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તેમણે પોતાના પૌત્રને પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.