હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વલણ જોતા બીજેપી લગભગ બે દાયકા પછી દિલ્હીમાં ફરી સત્તામાં આવશે ભાજપના તમામ નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભારતીય જનતા પાર્ટી પાસે કોઈપણ મહિલાને મુખ્યમંત્રી બનાવવાનું ટ્રમ્પ કાર્ડ છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વલણ જોતા બીજેપી લગભગ બે દાયકા પછી દિલ્હીમાં ફરી સત્તામાં આવશે ભાજપના તમામ નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે
1/1

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વલણ જોતા બીજેપી લગભગ બે દાયકા પછી દિલ્હીમાં ફરી સત્તામાં આવશે

BJP can Elect New Delhi CM on 3 Formula: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વલણ જોતા ભાજપને બહુમતી મળી ગઈ છે. એવામાં બીજેપી લગભગ બે દાયકા પછી દિલ્હીમાં ફરી સત્તામાં આવી, તો તેની માટે સૌથી મોટી સમસ્યા મુખ્યમંત્રીની પસંદગીની હોઈ શકે છે. ભાજપના તમામ નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યા છે. પરંતુ મુખ્યત્વે ત્રણ નામ એવા છે કે જેઓ તાર્કિક રીતે સીએમ બનવા યોગ્ય છે. આમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, સાંસદ મનોજ તિવારી અને દિલ્હી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બીજેપીના ઉમેદવાર પરવેશ વર્માના નામનો ઉલ્લેખ કરી શકાય છે. 

જો કે ભાજપના કોઈ નેતા આ અંગે ખુલીને વાત કરવા તૈયાર નથી. ભાજપમાં કોઈને બંધારણીય પદ આપવા પાછળની ફોર્મ્યુલાને કોઈ ડીકોડ કરી શક્યું નથી. તેથી માત્ર અનુમાન લગાવી શકાય છે. એવામાં ક્યારેક અટકળો પણ સાચી સાબિત થઇ જાય છે. 

આ ત્રણ નામોમાંથી બનશે ડેપ્યુટી સીએમ 

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા પછીની મુખ્યમંત્રી ચૂંટણી પ્રક્રિયા પર નજર કરીએ તો કેટલીક હકીકતો સામે આવે છે જે નીચે મુજબ છે. મુખ્યમંત્રી કોઈપણ બને પણ એક વાત ચોક્કસ છે કે બે ડેપ્યુટી સીએમ હશે જ. રાજસ્થાનમાં વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ન હોવાથી, દિલ્હીમાં મુખ્યમંત્રી માટે મનોજ તિવારી, વીરેન્દ્ર સચદેવા અથવા પરવેશ વર્માના નામો ફાઇનલ થાય એ જરૂરી પણ નથી. 

ભારતીય જનતા પાર્ટી પાસે કોઈપણ મહિલાને મુખ્યમંત્રી બનાવવાનું ટ્રમ્પ કાર્ડ છે. તેમને મહિલા મુખ્યમંત્રી બનાવવા માટે પાર્ટી પાસે ઘણા ગતિશીલ અને લાયક ઉમેદવારો છે. જે ભવિષ્યમાં ભાજપ માટે એસેટ બની શકે છે. જેમાં બાંસુરી સ્વરાજ, મીનાક્ષી લેખી અને સ્મૃતિ ઈરાનીનું નામ વિચારવામાં આવી રહ્યું છે. 

ત્રણેય મહિલાઓ કાર્યરત, સક્ષમ અને લોકપ્રિય છે. આમાંથી કોઈ પણ મુખ્યમંત્રી બનવાથી ભાજપને સૌથી મોટો ફાયદો એ થશે કે દિલ્હીમાં પંજાબી, પૂર્વાંચલી અને જાટ-ગુર્જરની રાજનીતિ અને જૂથવાદની શક્યતા ખતમ થઈ જશે. બીજું, આમાંના કોઈપણ સમુદાયના નારાજ થવાનું જોખમ પણ દૂર થઈ જશે, ત્રીજું, દિલ્હીમાં મહિલાઓ આમ આદમી પાર્ટીની મોટી સમર્થક રહી છે, આ પણ એક મહિલા સીએમ દ્વારા શક્ય બનશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.