હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, સિનેમા-TV અને OTT

સોમનાથ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શૂર'વીર' હમીરજી ગોહિલની વીરતા દર્શાવતી બોલિવુડ ફિલ્મ "કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ" રિલિઝ

Posted 1 year ago with 30 views

Story by Ranmesh | 7 mins read

સમાચાર સારાંશ: એક દિવસના લગ્ન બાદ હમીરજી સોમનાથની રક્ષા કાજે ઉપડી ગયા અને ભીલ સરદાર વેગડાજી તથા તેમના સાથીઓએ ઝફરખાન સાથે લડાઈમાં પ્રાણની આહુતિ આપી.વેગડાજીના શહાદતના 10 દિવસ બાદ સોમનાથમાં ઝફરખાનની સેના સામે લડતાં હમીરજી ગોહિલ શહીદ થયાં હતા

સોમનાથ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શૂર'વીર' હમીરજી ગોહિલની વીરતા દર્શાવતી બોલિવુડ ફિલ્મ
1/1

બોલિવુડ ફિલ્મ 'કેસરી વીર : લેજેન્ડ્સ ઑફ સોમનાથ' રિલિઝ થઈ છે ત્યારે મંદિર માટે પોતાના પ્રાણની આહૂતિ આપનાર વીર હમીરજી ગોહિલની ભવ્ય ગાથાને પણ યાદ કરવી ઘટે.

સોમનાથ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર શૂર'વીર' હમીરજી ગોહિલની વીરતા દર્શાવતી બોલિવુડ ફિલ્મ "કેસરી વીર: લેજેન્ડ્સ ઑફ સોમનાથ" રિલિઝ થઈ ગઈ છે. આ પ્રસંગે વીર હમીરજી ગોહિલની ભવ્ય શૌર્યગાથા ઉખેળવી અસ્થાને નહીં ગણાય. કેવા હશે એ શૂરવીર? કે જેમણે શહાદત પહેલાં 'માં મારા મરશિયા ગાને' પછી સાંભળવા નહીં રહું' એવું બોલ્યાં અને પછી સોમૈયા (સોમનાથ)ની રક્ષા કાજે સોમનાથ ભણી ઘોડો દોડાવી મૂક્યો. ગુજરાતની ધીંગી ધરામાં થઈ ગયેલા આ મહાન સપૂતે 16 વર્ષની ભરજવાનીમાં સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી.

ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં (સન 1400ની આસપાસ) અમરેલીના લાઠીના અરઠીલાના રાજવી ભીમજી ગોહિલના સૌથી નાના પુત્ર હમીરજી ગોહિલ સમઢિયાળા(ભાવનગર પાસે)ના ગાદીપતિ હતા તે વખતે (સોમનાથ મંદિર પર યવન સામે ચઢાઈ કરતી વખતે હમીરજી ગોહિલની ઉંમર 16 વર્ષની હતી). બરાબર આ સમયે સોમનાથ મંદિરને ભાંગવા યવનની ફોજ ચઢી હતી.

1400ની આસપાસ દિલ્હીમાં મહમ્મદ તુઘલક બીજાનું રાજ હતું, જુનાગઢનો સૂબો સમશુદ્દીન ખાન હારી જતાં મહમ્મદ તુઘલકે ઝફરખાનને ગુજરાતનો સૂબો (શાસક) બનાવ્યો હતો. 

સમય વીતવા મૂળ રાજસ્થાનનો ઝફરખાન સૂબામાંથી ગુજરાતનો બાદશાહ બની બેઠો. મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી બાદશાહ ઝફરખાનની નજર સોમનાથના મંદિર પર હતી. તેણે સોમનાથમાં પોતાના ખાસ રસૂલખાનને નીમીને ઉટપટાંગ ફરમાનો બહાર પડાવ્યાં, આને કારણે લોકો તેની સામે બંડ પોકાર્યું અને એક દિવસ લોકો એવા ઉશ્કેરાયા કે પરિવાર સાથે રસૂલ ખાનને વધેરી નાખવામાં આવ્યો. આ પછી ઝફરખાન સળગી ઉઠ્યો અને તે તોપ, હાથી અને ઘોડા સાથેની પઠાણી, અફઘાની, કાબૂલી અને મકરાણાઓની મોટી ફોજ લઈને સોમનાથ માથે ચઢાઈ કરી દીધી, તેના હૈયામાં સોમનાથને ભાંગીને રસૂલખાનના મોતનો બદલો લેવો હતો.

ખૂબ સાહસી 'જવાન'રાજા હતા અને એક દિવસે સમઢિયાળાથી અરઠીલા આવ્યાં ત્યારે બહુ ભૂખ લાગતાં ખાવા બેસી જતાં ભાભીએ (તેમના મોટા ભાઈ દુદાજીના પત્ની)એ ખાતાં ખાતાં મેણું માર્યું કે આટલી બધી શું ઉતાવળ છે, 'સોમનાથના મંદિરને બચાવવા જવું છે'? બસ આટલું સાંભળતા 16 વર્ષના હમીરજી બેઠે ભાણે ઉઠી ગયા અને 200 રાજપૂત સરદારોની એક ટુકડી લઈને સોમનાથ મંદિરના રખોપા કાજે ઉપડી ગયાં.

શહાદત પહેલાં મા પાસે મરશિયા ગવડાવ્યાં

સોમનાથ જતાં રસ્તામાં હમીરજી ગીરના જંગલમાં એક નેસડામાં રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે તેમણે જોયું કે એક ઝૂંપડામાં લાખબાઈ નામનાં ચારણ વૃદ્ધા મરશિયા ગાતાં હતા. રુદન એવું કે હવા પણ વહેતી થંભી જાય અને માજીના મરશિયા હમીરજીના દિલ સોંસરવા ઉતરી ગયા અને તેમણે ઝૂંપડામાં જઈને સવાલ કર્યો કે "માઈ કોના મરશિયા ગાવો છો? ત્યારે મા બોલ્યાં કે બાપ, પંદરેક દા’ડા અગાઉ મરણ પામેલા જુવાનજોધ દીકરાના મરશિયા ગાઉં છું, ત્યારે હમીરજી બોલ્યાં કે મા મર્યાં પછી પણ દીકરાને લાડ લડાવો છો, તો મા, મારા મરશિયા સંભળાવાને, માને આંચકો લાગ્યો કે જીવતે જીવ મરશિયા, તારા જીવતેજીવ મરશિયા ગાઈને મારે પાપમાં નથી પડવું હોં? ત્યારે હમીરજીએ આખી રાત લાખબાઈને જણાવી ત્યારે માજીને અશ્રુભરી આંખોએ સવાલ કર્યો કે દીકરા તું પરણેલો છે? હમીરજીએ નકારમાં પ્રત્યુત્તર આપ્યો ત્યારે આઈએ વિનંતી કરી કે રસ્તામાં જે કન્યા મળે તેની સાથે લગ્ન કરી લેજે દીકરા, પણ જે મોતને ભેટવા જતો હોય તેને કયો બાપ કન્યા આપે પરંતુ આઈ માના આશીર્વાદ ફળ્યાં ગિરના જંગલમાં રહેતાં વેગડાજી નામના ભીલ સરદારે આઈ માની વાત માનીને તેમની દીકરી રાજબાઈના લગ્ન હમીરજી સાથે કરાવી દીધાં. 

એક દિવસના લગ્ન બાદ હમીરજી સોમનાથની રક્ષા કાજે ઉપડી ગયા અને ભીલ સરદાર વેગડાજી તથા તેમના સાથીઓએ ઝફરખાન સાથે લડાઈમાં પ્રાણની આહુતિ આપી.વેગડાજીના શહાદતના 10 દિવસ બાદ સોમનાથમાં ઝફરખાનની સેના સામે લડતાં હમીરજી ગોહિલ શહીદ થયાં હતા. સોમનાથ દાદા માટે હમીરજી અને સાથીઓ અપ્રતિમ વીરતાથી લડ્યા હતા. વેગડાજી બાદ હમીરજીના સેનામાં થોડા નરબંકા બચ્યાં હતા, સોમનાથ મંદિર પ્રાંગણમાં ઘમાસાણ યુદ્ધ થયું હતું, 

લોહીની નદીઓ વહી, હમીરજી શરીર પર અનેક ઘા છતાં તેઓ મચક આપતા નહોતી, ઝફરખાનની ફોજ તો ફાટી આંખો હમીરજીની શૂરતા જોઈ રહી, આ પછી ઝાફરખાને સૈનિકોને ઝાફરખાનને ઘેરી લેવાનો આદેશ આપ્યો દસ-દસ મુસ્લિમ સૈનિકોનાં કુંડાળા વચ્ચે એકલવીર હમીરજી લડતાં લડતાં ઢળી પડ્યાં અને શહીદ થયા. એમની શહાદત સાથે સોમનાથનું મંદિર પણ ભાંગ્યું. સોમનાથ મહાદેવના સ્થાનક પર મુસ્લિમ તલવારનો પહેલો ફટકો પડ્યો.લોકવાયકા મુજબ, માથું વઢાયા બાદ પણ હમીરજી ગોહિલનું ધડ લડતું રહ્યું હતું અને યવન સેનાનો ખાતમો કરી નાખ્યો હતો. તેમની આ ભવ્ય શહાદત પર પ્રાંગણમાં એમની દેરી બંધાઇ હતી અને બહાર ભીલ દેવડાજીનું સ્મારક બંધાયું હતું, હવે તમે દાદાના દર્શને જાવ ત્યારે મંદિર સામે ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા વીર હમીરજીની પ્રતિમાને જરુરથી પ્રણામ કરજો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.