હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT, સોશિયલ મીડીયા, ધર્મ

જય સંતોષી મા ફિલ્મને 50 વર્ષ થયા ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 30 મે, 1975માં આવી હતી

Posted 1 year ago with 14 views

Story by Ranmesh | 5 mins read

સમાચાર સારાંશ: આજથી 50 વર્ષ પહેલા માત્ર રૂ. 5 લાખમાં બનેલી આ ફિલ્મે તે સમયે રૂ. 10 કરોડની કમાણી કરી હતી. જોકે આ ફિલ્મની કમાણી કરતા તેણે થિયેટરોમાં જે માહોલ સર્જ્યો હતો, તેને લોકો વધારે યાદ કરે છે

જય સંતોષી મા ફિલ્મને 50 વર્ષ થયા ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 30 મે, 1975માં આવી હતી
1/1

જય સંતોષી મા ફિલ્મને 50 વર્ષ થયા ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 30 મે, 1975માં આવી હતી

દીવાર અને શોલેને પાછળ મૂકનારી આ ફિલ્મને થયા 50 વર્ષઃ જાણો કેટલીક રસપ્રદ વાતો કસ્ટમર કિંગ કહેવાય છે. ફિલ્મો માટે કહીએ તો દર્શકો રાજા છે. આવા ઘણા ઉદાહરણો છે જ્યારે ફિલ્મ નિર્માતાએ પણ સ્વપ્નેય ન વિચાર્યું હોય કે તેમની ફિલ્મ કોઈ ચમત્કાર સર્જશે. આવી એક ખરેખર ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 30 મે, 1975માં આવી હતી, જેણે અમિતાભ બચ્ચનની ઑલ ટાઈમ ક્લાસિક શોલે અને દીવારને પણ પાછળ છોડી દીધા હતા. ફિલ્મને ચમત્કારીક એટલા માટે કહી છે કે ફિલ્મ ધાર્મિક છે અને માતાજીના ચમત્કારો તેમાં બતાવાયા છે. જી હા જય સંતોષી મા. આજથી 50 વર્ષ પહેલા માત્ર રૂ. 5 લાખમાં બનેલી આ ફિલ્મે તે સમયે રૂ. 10 કરોડની કમાણી કરી હતી. જોકે આ ફિલ્મની કમાણી કરતા તેણે થિયેટરોમાં જે માહોલ સર્જ્યો હતો, તેને લોકો વધારે યાદ કરે છે

જય સંતોષી મા ફિલ્મને 50 વર્ષ થયા ચમત્કારી ફિલ્મ આજથી 50 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 30 મે, 1975માં આવી હતી

ફિલ્મના કલાકારોમાં કાનન કૌશલ, આશિષ કુમાર, લીના મિશ્રા સહિત અનેક હતા, પરંતુ જેમણે સંતોષી માતાનો રોલ કર્યો હતો જે હતા અનિતા ગુહા. અનિતા ગુહા સંતોષી માતા તરીકે લોકોના હૃદયમાં એવા તો વસી ગયા હતા કે ફિલ્મ પછી તેમનાં આશીર્વાદ લેનારાની લાઈન લાગતી હતી. એમ પણ કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અનિતા ઉપવાસ રાખતી હતી. 

ફિલ્મની વાર્તા બે પ્લોટમાં ચાલતી હતી. એક સ્વર્ગલોકમાં અને બીજી પૃથ્વીલોકમાં. પૃથ્વીલોકમાં સંતોષી માતાની ભક્ત સત્યવતી શર્માની તકલીફો અને સ્વર્ગલોકમાં સંતોષી માતાની પરીક્ષા કરતી ત્રણ દેવીઓની આ વાત ભલે કાલ્પનિક હોય પણ તેનું નિરુપણ દર્શકોને ખૂબ જ ગમ્યું. ફિલ્મનું નિર્દેશન વિજય શર્માએ કર્યું હતું અને લેખન આર. પ્રિયદર્શીએ કર્યું હતું. ફિલ્મનું બીજું એક મોટું જમાપાસું હતું ગીત અને સંગીત. સી. અર્જનનું સંગીત અને કવિ પ્રદીપના ગીતો આજે પણ દરેક ધાર્મિક અવસરો પર ગૂંજતા હોય છે. મૈં તો આરતી ઉતારુ રે, યહા વહા જહા તહા, મદદ કરો સંતોષી માતા જેવા ગીતો અને સંયુક્ત પરિવારમાં રહેતી વહુની વાર્તાએ મહિલાઓને તો એવી જકડી રાખી હતી કે આ ફિલ્મને થિયટેરમાં અનેકવાર જોવા મોટી ભીડ ઉમટતી હતી. 

ફિલ્મ આજના દિવસે રિલિઝ થઈ અને પહેલા દિવસે માત્ર રૂ. 56ની કમાણી કરી શકી. આથી ફિલ્મ ફ્લોપ સાબિત થશે અને આવનારા શુક્રવારે થિયેટરોમાંથી ગુલ થઈ જશે તેમ માનવામાં આવતું હતું, પણ તેની માઉથ પબ્લિસિટી એવી થઈ કે ફિલ્મ તે સમયે બજેટ કરતા સો ગણું કમાઈ ગઈ તેમ અહેવાલો જણાવે છે. 

ફિલ્મના જાદુની નાત કરીએ તો એમ કહેવાય છે કે લોકો થિયેટર બહાર ચપ્પલ ઉતારીને જતા. થિયેટરોમાં મહિલાઓ આરતી, ફૂલ, પ્રસાદ લઈને ગઈ હોય તેવા પણ ઉદાહરણ છે. લોકો પોતાના ગામમાં થિયેટર ન હોય તો ગાડામાં બેસી ફિલ્મો જોવા શહેરભણી આવતા હતા. એક સમયે અઠવાડિયું પણ ચાલશે નહીં તેમ લાગતું હતું, પણ આ ફિલ્મ 50 અઠવાડિયા સુધી હાઉસફુલ રહી હતી જે એક રેકોર્ડ છે. બ્લેકમાં ટિકિટ મળવી સાવ સામાન્ય બાબત હતી. 

1975 પછીનો સમયગાળો દીવાર અને શોલે જેવી ફિલ્મો માટે જાણીતો છે, પરંતુ આ ફિલ્મે અમિતાભ બચ્ચનની દીવાર કરતા વધારે કમાણી કરી હતી. ફિલ્મે શોલે પછી બીજા નંબરે આવતી હતી, પરંતુ જો ફિલ્મના બજેટ અને બેનરને ધ્યાનમાં લઈએ તો તે શોલે કરતા પણ વધારે લોકપ્રિય થઈ હતી કે કમાઈ હતી તેમ કહેવું ખોટું કહેવાશે નહીં. 

આ ફિલ્મની રિમેક 2006માં બની હતી, જે અભિનેત્રી નુસરત ભરૂચાની ડેબ્યુટ ફિલ્મ છે. જોકે આ ફિલ્મ એ જાદુ ચલાવવામાં નિષ્ફળ ગઈ હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.