હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડી નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજુ પારો ગગડવાની આગાહી!

Posted 6 months ago with 75 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.

ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડી નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજુ પારો ગગડવાની આગાહી!
1/1

ગુજરાત ઠૂંઠવાયું: નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, હજુ પારો ગગડવાની આગાહી!

અમદાવાદ: ગુજરાતમાં હાલ હાડ થિજવતી ઠંડીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાનનો પારો ઘણો નીચો નોંધાયો હતો. કોલ્ડ સિટી નલિયામાં આ પારો ગગડીને 8 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જતાં, કચ્છમાં આ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ન્યુનતમ તાપમાન નલિયામાં 8.0 ડિગ્રી સેલ્સીયસ, રાજકોટમાં 9.5 ડિગ્રી સેલ્સીયસ, ડીસામાં 10.8 ડિગ્રી સેલ્સીયસ, ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સીયસ, ગાંધીનગરમાં 12.0 ડિગ્રી સેલ્સીયસ, દાહોદમાં 12.8 ડિગ્રી સેલ્સીયસ, કંડલામાં 13.0 ડિગ્રી સેલ્સીયસ, વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સીયસ, ભાવનગરમાં 14.6 ડિગ્રી સેલ્સીયસ, અમદાવાદમાં  14 ડિગ્રી સેલ્સીયસ અને  સુરતમાં 15.6 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ન્યૂનતમ તાપમાન યથાવત રહેશે અથવા 1 ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો થઈ શકે છે. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સીયસ જેટલો વધારો નોંધાઈ શકે છે. આમ આગામી દિવસોમાં પણ રાજ્યમાં હાડ થીવજતી ઠંડી ની અસર જોવા મળી શકે છે. જો કે કોલ્ડ સિટી નલિયામાં આગામી દિવસોમાં તાપમાન વધુ એક ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. 

જો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો હાલ જે ન્યૂનતમ તાપમાનનો પારો અનુક્રમે 14 અને 12 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે તેઆગામી દિવસોમાં 15 થી 16 ડિગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ દરમિયાન રાજ્યમાં વહેલી સવારે વાય રહેલા ઠંડા પવનો આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડાવે તેવી સંભાવના છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.