લોકસભા ચૂંટણી સમયે આમઆદમી પાર્ટીમાં ભંગાણ
વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદેદારો નો પાર્ટીને અલવિદા કહેવાનો સિલસિલો યથાવત અનેક આગેવાનોએ કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યેશ રાણા વલસાડ શહેર ઉપપ્રમુખ વિમલ ભંડારી એ કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા,ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકાર્યા હતા હાલમાં જ ભાજપ માં જોડાયેલા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ ઓ.બી.સી મોરચાના પ્રવીણભાઈ આહીર ની આગેવાની હેઠળ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની નીતિઓથી પ્રભાવિત થઈને હાલમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ ના પૂર્વ ઓ.બી.સી મોરચાના પ્રવીણભાઈ આહીર ની આગેવાની હેઠળ આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના ત્રણ જેટલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટી ને અલવિદા કહી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
?ref_src=twsrc%5Etfw">April 16, 2024
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય "શ્રી કમલમ" ખાતે આજરોજ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલ, 0 શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, વલસાડ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દિવ્યેશભાઈ રાણા, વલસાડ શહેર ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ ભંડારી આમ આદમી સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, હેમંતભાઈ કંસારા, અરવિંદભાઈ પટેલ દ્વારા પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા આઈ.ટી.કન્વીનર ધ્રુવીનભાઈ પટેલ, અમિશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા