હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

વેબ સિરિઝ રિવ્યુ: ત્રિશા કૃષ્ણનની પ્રથમ વેબ સિરીઝ 'બ્રિન્દા' દર્શકોને રોમાંચની એક અલગ દુનિયામાં લઈ જશે

Posted 2 years ago with 82 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: પોતાની પ્રથમ વેબ સિરીઝમાં ત્રિશા કૃષ્ણન એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બ્રિન્દાની ભૂમિકામાં છે, જે એક સિરિયલ કિલરને પકડવા કોશીશ કરી રહી છે, આ કિલર કોણ છે? તેનો બ્રિન્દા સાથે શું સંબંધ છે? શું બ્રિન્દાએ તેને એક ભયાનક ગુનો આચરવાથી અટકાવ્યો? જવાબો જાણવા માટે, તમારે સોની લિવ પર આઠ એપિસોડની સિરીઝ જોવી પડશે.

વેબ સિરિઝ રિવ્યુ: ત્રિશા કૃષ્ણનની પ્રથમ વેબ સિરીઝ 'બ્રિન્દા' દર્શકોને રોમાંચની એક અલગ દુનિયામાં લઈ જશે
1/1

પોતાની પ્રથમ વેબ સિરીઝમાં ત્રિશા કૃષ્ણન એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બ્રિન્દાની ભૂમિકામાં છે, જે એક સિરિયલ કિલરને પકડવા કોશીશ કરી રહી છે અને તપાસમાં મળતા સુરાગ તેને એક માસ મર્ડરની તરફ લઈ જાય છે. જેને એક પાગલ કિલર, ઠાકુરએ આચર્યું છે. ઠાકુરના પત્ર આનંદ સામીએ ખુબ જ સુંદર રીતે ભજવ્યું છે. રવિન્દ્ર વિજયે સહકર્મીના રોલને ખૂબ જ જીવંત કર્યો છે, તો ત્રિશાની અભિનય ક્ષમતા અને મનોજની લેખન શૈલી આ સિરીઝને વધુ રસપ્રદ બનાવે છે.

સૂર્યા મનોજના નિર્દેશનમાં બનેલ આ સિરિઝમાં તેઓએ કથાનકને ખૂબ જ રસપ્રદ રજૂ કર્યું છે, દરેક પત્રની પાછળની કથા સિરીઝની મુખ્ય કથા સાથે કેવી રીતે જોડાય છે તે ખૂબ જ રોચક છે. દરેક એપિસોડ સાથે સસ્પેન્સ વધતું જાય છે અને દર્શકોને એક જ બેઠકમાં બીજા એપીસોડ પણ જોઈ લેવા માટે વિવશ કરે છે. 

સિરીઝની વિશેષતા એ છે કે તેમાં કિલરની ધાર્મિક કારણોસર કરેલી હત્યાનો કોન્સેપ્ટ ખૂબ જ સરસ રીતે વણવામાં આવ્યો છે. સિરીઝનું સેટ અપ, બેગ્રાઉન્ડ અને સ્ક્રીનપ્લે પણ ખૂબ જ સુંદર છે. સિરીઝની શરૂઆતથી જ તે તમને પોતાની સાથે જોડીલે છે. દર્શકોને જ્યારે ખબર પડે છે કે હત્યાઓનો બ્રિન્દાના ભૂતકાળ સાથે સીધો સંબંધ છે ત્યારે તેઓની આતુરતા અનેકગણી વધી જાય છે. 

આ કિલર કોણ છે? તેનો બ્રિન્દા સાથે શું સંબંધ છે? શું બ્રિન્દાએ તેને એક ભયાનક ગુનો આચરવાથી અટકાવ્યો? જવાબો જાણવા માટે, તમારે સોની લિવ પર આઠ એપિસોડની સિરીઝ જોવી પડશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન