સમાચાર સારાંશ: ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી યથાવત રાખતા દેખાવો યોજાયા
ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી યથાવત રાખતા દેખાવો યોજાયા અને ગાંધીનગર કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.. આજે ગાંધીનગર ના સેકટર 12 માં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મહિલા ઓ એકઠા થયા હતા ..રાજપૂત સમાજની એકજ માંગ હતી કે ભાજપ નેતા અને રાજકોટ લોકસભા ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવામાં આવે . .રાજપૂત સમાજના આગેવાનો એ વધુ માં એમ પણ જણાવ્યું હતું કે ગઈકાલે ગોંડલ ખાતે જે મીટીંગ થઈ એ માત્ર ભાજપ ના નેતાઓની ડેમેજ કન્ટ્રોલ ની કવાયત હતી અને તે મીટીંગમાં રાજ્યની તમામ 90 જેટલી રાજપૂત સનસ્થાઓ ની સંકલન સમિતિ ને બોલાવવામાં નથી આવી ...આમ આ સમાધાન ના થયું હોવાની અને પુરુષોત્તમ રૂપાલા ને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહિ આવે તે વાત પર ક્ષત્રિય રાજપૂત સમાજ એક સુર માં અડગ રહ્યો છે ..આજના કાર્યકર્મમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેઓ પણ આ એક જ માંગ પર અડગ રહયા હતા ... આમ પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન અંગેનો વિવાદ હજુ સમવાનું નામ નથી લેતો અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ માં રૂપાલા નો વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા ની માંગ દિવસે ને દિવસે પ્રબળ થતી જોવા મળી રહી છે...
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



