હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

ગુજરાતમાં રાજકીય ગરમાવો વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Posted 1 year ago with 18 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: બંને બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ પર રાજકીય નિરીક્ષકો અને સામાન્ય જનતાની નજર રહેશે

ગુજરાતમાં રાજકીય ગરમાવો વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ
1/1

ગુજરાતમાં રાજકીય ગરમાવો વિસાવદર અને કડી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેના પર 19મી જૂનમાં મતદાન અને 23 જૂનના મતગણતરી હાથ ધરાશે. બંને બેઠકો પર છેલ્લા ઘણા સમયથી પેટા ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે કડી બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનને કારણે ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાંથી આ બેઠક ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું હતુ અને ત્યારબાદ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી પરંતુ વિસાવદર માટે કોર્ટ કેસ પેન્ડિંગ હોવાને કારણે ત્યાં ચૂંટણી થઈ શકી ન હતી. 

પેટાચૂંટણીનો કાર્યક્રમ

ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: ૨૬મી મે, ૨૦૨૫ (સોમવાર)

ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ: ૨જી જૂન, ૨૦૨૫ (સોમવાર)

ઉમેદવારીની ચકાસણીની તારીખ: ૩જી જૂન, ૨૦૨૫ (મંગળવાર)

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૫મી જૂન, ૨૦૨૫ (ગુરુવાર)

મતદાનની તારીખ: ૧૯મી જૂન, ૨૦૨૫ (ગુરુવાર)

મતગણતરીની તારીખ: ૨૩મી જૂન, ૨૦૨૫ (સોમવાર)

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ: ૨૫મી જૂન, ૨૦૨૫ (બુધવાર)

આ પેટાચૂંટણીઓ રાજકીય વાતાવરણને ફરી ગરમાવશે

આ પેટાચૂંટણીઓ ગુજરાતના રાજકીય વાતાવરણને ફરી ગરમાવશે, કારણ કે બંને બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાઓ પર રાજકીય નિરીક્ષકો અને સામાન્ય જનતાની નજર રહેશે. આ બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને આ બેઠક પરના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ બેઠક પર કોંગ્રેસે પણ એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી તેમજ શંકરસિંહ વાઘેલાએ પણ આ બેઠક પર ઝંપલવાની જાહેરાત કરી હતી. 

પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત 

ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની બે બેઠકો ઉપરાંત કેરળની નિલામ્બુર બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ તેમજ પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.