વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં તાજેતરમાં રસ્તા પર રીકાર્પેટ કરવામાં આવ્યું હતું. જોકે ગરમીના પ્રકોપ સામે કાર્પેટનું ડામર પણ ટકી શક્યું નથી. રોડ પર ડામર ઓગળી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
શહેરના અમિત નગર ઓવરબ્રીજથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું. જેમાં ડામરના મીશ્રણની રસ્તાને રીકાર્પેટ કરાયો હતો.
રસ્તો છેલ્લા એક વર્ષથી ખાડા વાળો હતો. અહીં માઇક્રો ટનલીંગનું કામ પૂર્ણ કર્યા બાદ થિંગડા મારવામાં આવ્યા હતા. જોકે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરીયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગેંડીગેટ રોડ મન્સૂરી મસ્જિદ લાડવાડા તરફ જવાના માર્ગે ડામર ઓગળતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે ગમે ત્યારે અકસ્માત સર્જાય એવું લાગી રહ્યું છે તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી થતી નથી.
હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન : પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો, તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો
ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો.
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા સફેદ રંગથી રંગો. પશુ રહેઠાણમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો, વધુ ગરમી હોય તેવા સંજોગોમાં પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરો અથવા પશુઓને પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરો. આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો. પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપો. પશુ આહારમાં ખનીજદ્ર્વ્ય (મિનરલ મિક્ષ્ચર)નો સમાવેશ કરો. સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.