સમાચાર સારાંશ: હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
ગીર સોમનાથમાં ત્રીજા દિવસે શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ની ઉલ્લાસભેર ઉજવણી ભીડીયા પે સેન્ટર શાળા ખાતે ૧૨૭ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ આપવામાં આવ્યો
હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
ગીર સોમનાથ:બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે ‘શાળા પ્રવેશોત્સવ’. ગીર સોમનાથમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે મત્સ્યોદ્યોગ નિયામક ડૉ.નરેન્દ્રકુમાર મીણાએ ભીડીયા પે સેન્ટર શાળા ખાતે ૧૨૭ બાળકોને શૈક્ષણિક કીટ આપીને હરખભેર શાળા પ્રવેશ અપાવ્યો હતો.
મત્સ્યોદ્યોગ નિયામકે શાળામાં ધો.૧માં ૭૨, બાલવાટિકામાં ૫૫ બાળકોના પ્રવેશ ઉપરાંત મત્સ્યોદ્યોગ નિયામકની પૂર્ણ ભારત અંતર્ગત નિરક્ષર માતાઓનાં સાક્ષરતા વર્ગનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અને શાળાએ જાતે બનાવેલ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યું હતું.
તદુપરાંત, ‘હરિયાળું ગીર સોમનાથ’ કેમ્પેઇન અંતર્ગત સદભાવના ટ્રસ્ટને વૃક્ષ ઉછેર માટે શિક્ષકો દ્વારા રૂ. ૧૮,૫૦૦નું અનુદાન આપવામાં આવ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના ઉપાય તરીકે વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે કાર્યક્રમના અંતે ‘હરિયાળુ ગીર સોમનાથ’ કેમ્પેઈન અંતર્ગત મહેમાનોએ શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.
તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ-૨૦૦૩માં પ્રથમવાર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.
રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



