સમાચાર સારાંશ: રીપોર્ટર ફ્લોરેન્સ મોદી, જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા, પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા જિલ્લાના તમામ ૬૯૧ આંગણવાડી કેન્દ્રમાં સચોટ રીતે બાળકોના વજન લઈ કુપોષણ ઘટાડી શકાય
પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ખંભાળિયામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
પ્રોજેક્ટ તુષ્ટિ(નયારા એનર્જી દ્વારા સંચાલિત), આઈ.સી.ડી.એસ. શાખા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના સંકલનમાં રહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યોગ કેન્દ્ર મુકામે તા:૦૬/૦૮/૨૦૨૪ ના રોજ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઊજવણી કરવામાં આવેલ. જેમાં થીમ મુજબ - મીલેટ, ટી.એચ.આર અને સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમિયાન ખવાતી પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન અને હરીફાઈ, પોસ્ટર હરીફાઈ, સુપોષણ સંવાદ – મંગળ દીવસ ની ઉજવણી, વિવિધ રમતો, સ્તનપાન પર નાટક વગેરે નું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યાક્રમમાં ૧૫૦ થી વધારે બહેનોએ ભાગ લઈ પ્રોગ્રામને સફળ બનાવેલ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ભાગ લીધેલ સગર્ભા અને ધાત્રી માતાઓ ના હીમોગ્લોબિન ની તપાસ પણ કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ – શ્રીમતી રચનાબેન મોટાણી, અગ્રણી પી .એસ .જાડેજા સ શ્રીમતી રેખાબેન ખેતિયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભામ્ભી, દહેજ પ્રતિબંધ અધિકારી પ્રફુલ જાદવ ખંભાળિયા તાલુકાના ટી.ડી.ઓ. – સેરઠીયા જિલ્લા શિક્ષણ અધિકારી – શ્રીમતી મધુબેન ભટ્ટ, નયારા એનેર્જી ના ડેપ્યુટી જેનરલ મેનેજર - અવિનાશ રાવલ, સી.ડી.પી.ઓ. - શ્રીમતી નિકીતાબેન ખાટ તેમજ પ્રોજેક્ટ તુષ્ટિ, આઇ.સી. ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, જીલ્લા મહિલા અને બાળ વિભાગના અન્ય અધિકારી તથા કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
આ ઉપરાંત પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા જિલ્લાના તમામ ૬૯૧ આંગણવાડી કેન્દ્રમાં સચોટ રીતે બાળકોના વજન લઈ કુપોષણ ઘટાડી શકાય તેવા હેતુથી વજન કાંટાનું વિતરણ કરેલ છે જેના ભાગરૂપે આજના કાર્યક્રમમાં ૧૦ આંગણવાડી કાર્યકર ને વજનકાંટા એનાયત કરવામાં આવેલ.
Celebration of World Breastfeeding Week in Khambhaliya by Project Tushti and ICDS Department
Project Tushti (Powered by Nayara Energy) ICDS World Breastfeeding Week was celebrated on 06/08/2024 at Devbhoomi Yoga Centre at Khambhaliya in Dwarka district in coordination with the Department of Women and Child Development. In which according to the theme - Millets, THR and direction and competition of nutritious dishes eaten during pregnancy and midwifery, poster competition, Suposhan Samvad - celebration of Mangal Diwas, various games, drama on breastfeeding etc. were organized.
More than 150 sisters participated in the program and made the program successful and the health department also checked the hemoglobin of the pregnant and lactating mothers who participated. In this program, Municipal President - Mrs. Rachnaben Motani, Prominent Pt. S. The meeting was attended by District Development Commissioner, Udhampur Ravinder Kumar, Director Rural Sanitation, Nazir Ahmad Sheikh, Chief Planning Officer, Ashok Khajuria, Assistant Commissioner Development, Angrez Singh, PO IWMP, Sushil Kesar, District Panchayat Officer, Rachna Sharma, besides BDOs, JEEs, Panchayat Inspectors, Gram Sewaks, GRS were present on the occasion. - Serthia District Education Officer - Smt Madhuben Bhatt, Deputy General Manager of Nayara Energy - Avinash Rawal, CDPO. - Mrs. Nikitaben Khat and Project Tushti, I.C. D. S. Other officers and employees of the department, health department, district women and children department provided guidance to the beneficiaries.
In addition to this, under Project Tushti, weights have been distributed to all the 691 Anganwadi centres in the district with the aim of reducing malnutrition by taking the weight of children accurately.
રીપોર્ટર ફ્લોરેન્સ મોદી, જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા,
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



