હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સામાજીક, ધર્મ

ધર્મ અને આસ્થાના ચાતુર્માસનો પ્રારંભ: આ ચાર મહિનાનો સમયગાળો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અનેક ઉત્સવો અને તહેવારોની હારમાળા લઈને આવે છે

Posted 1 year ago with 26 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: શાસ્ત્રો અનુસાર, દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જાય છે અને ચાર મહિના સુધી ત્યાં જ રહે છે. આ સમયગાળા દરમિયાન, લગ્ન સહિતના તમામ શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે

ધર્મ અને આસ્થાના ચાતુર્માસનો પ્રારંભ: આ ચાર મહિનાનો સમયગાળો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અનેક ઉત્સવો અને તહેવારોની હારમાળા લઈને આવે છે
1/1

ધર્મ અને આસ્થાના ચાતુર્માસનો પ્રારંભ: આ ચાર મહિનાનો સમયગાળો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અનેક ઉત્સવો અને તહેવારોની હારમાળા લઈને આવે છે

અષાઢ સુદ એકાદશીથી હિન્દુ ધર્મમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે. આ ચાર મહિનાનો સમયગાળો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અનેક ઉત્સવો અને તહેવારોની હારમાળા લઈને આવે છે. આ સમયગાળો દેવપોઢી એકાદશીથી શરૂ થઈને દેવઉઠી એકાદશી (બીજી નવેમ્બર)સુધી ચાલે છે.

ભગવાન વિષ્ણુના શયનકાળ અને તેનું મહત્વ

શાસ્ત્રો અનુસાર, દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જાય છે અને ચાર મહિના સુધી ત્યાં જ રહે છે. આ સમયગાળા દરમિયાન, લગ્ન સહિતના તમામ શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે, કારણ કે ભગવાનના શયનને કારણે કોઈ પણ માંગલિક કાર્ય માટે શુભ મુહૂર્ત ઉપલબ્ધ હોતા નથી. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ફરી પૃથ્વીલોક પર પાછા ફરે છે.અને આ સાથે જ લગ્નસરાની નવી સિઝનનો આરંભ થાય છે.

ચાતુર્માસ દરમિયાન આવતા મુખ્ય તહેવારો

ચાતુર્માસ દરમિયાન અનેક મહત્વના તહેવારો આવે છે, જે સનાતન ધર્મમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે:

* ગુરુપૂર્ણિમા

* હિંડોળા દર્શન

* જયા પાર્વતી અને એવરત જીવરત વ્રત

* નાગ પાંચમ

* શીતળા સાતમ

* જન્માષ્ટમી

* પવિત્રા એકાદશી

* રક્ષાબંધન

* ગણેશ ચતુર્થી

* જળ જીલણી એકાદશી

* દશેરા

* શ્રાદ્ધ પર્વ

* નવરાત્રી

* પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ ભાદરવી અમાસ

* શરદ પૂર્ણિમા

* દિવાળી

* નુતન વર્ષ

* લાભપાંચમ

દેવઉઠી એકાદશી(જે ચાતુર્માસની સમાપ્તિ સૂચવે છે)

 વ્રત અને ધાર્મિક અનુષ્ઠાનો

ચાતુર્માસના આ ચાર માસ દરમિયાન અનેક ભક્તો દ્વારા નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં, અને એકટાણાં જેવા કઠોર વ્રત રાખવામાં આવે છે. આ સમય આધ્યાત્મિક સાધના, તપસ્યા અને ભક્તિ માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.

આ ચાતુર્માસ દરમિયાન તમે કયા તહેવારોની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છો?

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન