હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, ટેકનોલોજી

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન. ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ

Posted 2 years ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન. ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ
1/4
ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન. ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ
2/4
ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન. ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ
3/4
ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શન. ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ
4/4

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે

વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સા ની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

ટેક્ષટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડિઝાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી અમદાવાદ મસ્કતી ક્લોથ મહાજન દ્વારા તા.૨૧ થી ૨૪ મે ૨૦૨૪ દરમિયાન આ પ્રદર્શનનું ગાંધીનગરમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલું છે.

?ref_src=twsrc%5Etfw">May 21, 2024

આ પ્રદર્શનમાં દેશમાં કાપડ ઉદ્યોગની અગ્રેસર ૧૨૫ થી વધુ બ્રાન્‍ડ્સના ૯૩ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, નાની-મોટી બ્રાન્‍ડ્સના દેશભરના મળીને ૮૦૦ થી વધુ એક્સપોર્ટર્સ, બાઈંગ હાઉસ અને ગારમેન્‍ટર્સ માટે B2B અને B2C નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ પણ યોજાશે. 

૧૯૦૬ થી કાર્યરત અમદાવાદ મસ્કતી કાપડ મહાજન દ્વારા ૨૦૧૯ ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પ્રથમ ટ્રેડ ફેરની શરૂઆત કરવામાં આવી હતી.

ફેબેક્સાના આ નવમા ટ્રેડ ફેર એક્સ્પોનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો તે અવસરે મસ્કતી ક્લોથ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત, સેક્રેટરી નરેશકુમાર શર્મા અને પદાધિકારીઓ તથા એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા. 
મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.