હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, વાઇલ્ડલાઈફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું

Posted 2 years ago with 74 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું
1/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું
2/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું
3/4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ કર્યું
4/4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના વડાપ્રધાનશ્રીના વિચારને વધુ વેગવંતો બનાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.

વડાપ્રધાનએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

એક પેડ માઁ કે નામ.. 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવીને નાગરિકોને પોતાની માતાના નામે વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરમાં પરિવારજનોની સાથે વૃક્ષારોપણ કર્યું. 

આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે, ત્યારે વૃક્ષોની સંખ્યા વધારીને આપણે આ સમસ્યાનો સામનો કરી શકીશું અને પર્યાવરણની રક્ષા કરી શકીશું. રાજ્યના સૌ નાગરિકો આ અભિયાનમાં જોડાય અને વૃક્ષ વાવીને તેનું જતન કરે તેવો મારો આગ્રહભર્યો અનુરોધ છે.માનનીય વડાપ્રધાનશ્રીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે “એક પેડ માઁ કે નામ” અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો મને વિશ્વાસ છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.