હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં જિલ્લા સેવા સદન અને જીઆઈડીસીનું ભૂમિ પૂજન કર્યું.

Posted 4 months ago with 55 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, જી. આઈ.ડી.સી ના નિર્માણથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની સાથે વોકલ ફોર લોકલ નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્યેય પાર પડશે. એટલું જ નહીં, આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશામાં આ આગવું કદમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં જિલ્લા સેવા સદન અને જીઆઈડીસીનું ભૂમિ પૂજન કર્યું.
1/1

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાના દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ૯૯.૨૩ એકર સરકારી જમીનમાં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહતનું તેમ જ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કર્યું હતું. 

 ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, જી. આઈ.ડી.સી ના નિર્માણથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની સાથે વોકલ ફોર લોકલ નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્યેય પાર પડશે. એટલું જ નહીં, આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશામાં આ આગવું કદમ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

 નવો રચાયેલો વાવ–થરાદ જિલ્લાનો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓ સમકક્ષ ઝડપ ભેર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

તેમણે ઉમેર્યું હતું કે ખેતી ઉપરાંત ઉત્પાદનના મૂલ્યવર્ધન અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે, વેલ્યુએડિશન માટે નાના મોટા ઉદ્યોગો સ્થપાઈ શકે અને વોકલ ફોર લોકલ લોકલથી ગ્લોબલ ચરિતાર્થ થાય તે માટે આવનારા દિવસોમાં આ જી આઈ ડી સી એસ્ટેટ મહત્વપૂર્ણ બનશે.

આ સાથે ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. 

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. 

આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૩૦ થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.