હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે .7થી 15 ઓક્ટોબર, 2024 – વિકાસ સપ્તાહ GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે

Posted 1 year ago with 25 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે .7થી 15 ઓક્ટોબર, 2024 – વિકાસ સપ્તાહ GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે
1/1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે .7થી 15 ઓક્ટોબર, 2024 – વિકાસ સપ્તાહ વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન

GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે

5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. 

તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે. 

હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે. 

વિકાસ સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળવાની છે. 

આ ઉપરાંત, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને રૂ.1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. 


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.