હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા મુખ્યમંત્રી રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવની કામગીરી

Posted 1 year ago with 25 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: શહેરમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ જશે

વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા મુખ્યમંત્રી   રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવની કામગીરી
1/1

વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા મુખ્યમંત્રી 

રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ્ય રાહત અને બચાવની કામગીરી ઉપર છે

શહેરમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં

આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ જશે

વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરના કારણે ઊભી થયેલી આપદામાં રાજ્ય સરકાર તમામ સહાય અને મદદ કરી રહી હોવાની ધરપત સીએમ એ આપી છે.તેઓ આજે બપોર બાદ વડોદરા આવી પહોંચ્યા હતા અને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત અને બચાવની કામગીરી ઉપર છે.વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, એન. ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની સાત ટીમો કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા ૧૩ સંપ બંધ થયા હતા જે પૈકી હવે માત્ર ચાર જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા ૧૧૮ ફીડર બંધ થઈ ગયા હતા. જે પૈકી ૨૨ ફીડર આજ ગુરુવાર મોડી સાંજ સુધીમાં શરૂ થઈ જશે.બાકીના ૧૨ ફિડરોમાં હજુ પાણી ભરાયું છે તેને પાણી ઓસરતાં તુરંત શરૂ કરી દેવામાં આવશે. એ જ રીતે ૧૫૦ ટ્રાન્સફોર્મરો મોડી રાત સુધીમાં કાર્યરત થઇ જશે આ કામગીરી માટે ૪૦ ટીમ કાર્યરત છે એટલું જ નહિ વધારાની ૧૦ ટીમ પણ કામે લગાડવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ૩૪ પાણી વિતરણ વ્યવસ્થાઓ પૈકી ૩૩ શરૂ થઈ ગઈ છે.૪૪૧ એમ.એલ. ડી પાણીનું સુપર ક્લોરીનેશન કરી વિતરણ કરવામાં આવ્યું છે.શહેરના દસ ટકા વિસ્તારમાં ૪૦ જેટલા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં ૧૮૫ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. પૂર ઓસરતાની સાથે સફાઈ અને આરોગ્યની બાબતને ધ્યાને રાખી ૪૮ જે.સી.બી, ૭૮ ડમ્પર, ૬૩ ટ્રેક્ટર તથા ૨૩૨ કચરા ગાડી સફાઇ કામગીરીમાં જોડાશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

શહેરમાં હાલમાં આરોગ્ય ટીમો દ્વારા લોકોના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે.શહેર જિલ્લાના ૪૦ પી.એચ સી,ચાર સી.એચ સી અને ૭૨ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૧૩૫૦ આરોગ્ય કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે.મંત્રીશ્રીએ ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી.

મંત્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી નુકશાની સર્વે,બચાવ અને રાહત, આરોગ્ય,સફાઈ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.