સમાચાર સારાંશ: ભાઈ- બીજના દિવસથી કપાટ બંધ કરવામાં આવે છે. પંચમુખી મૂર્તિને ચલ વિગ્રહની ડોલીમાં રાખવામાં આવશે.
બાબા કેદારનાથના કપાટ બંધ થયા,છ મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વરથી થશે દર્શન આ વર્ષે 16 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા
રૂદ્રપ્રયાગઃ દેશના પવિત્ર યાત્રાધામ કેદારનાથ ધામના(Kedarnath Dham)કપાટ આજે બંધ થયા છે. તે પૂર્વે આજે વહેલી સવારથી સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી રહી છે. કપાટ બંધ કરવાનો સમય સવારે 8.30 વાગેનો છે. હવે કેદારનાથ 6 મહિના સુધી ઉખીમઠમાંથી દર્શન આપશે.
કપાટ ક્યારે બંધ થાય છે ?
ભાઈ- બીજના (bhaibij )દિવસથી કપાટ બંધ કરવામાં આવે છે. પંચમુખી મૂર્તિને ચલ વિગ્રહની ડોલીમાં રાખવામાં આવશે.
ચલ વિગ્રહની ડોલી ઉખીમઠના ઓમકારેશ્વર (Omkareshwar)પહોંચશે. ડોલી આજે ગૌરીકુંડ, સોનપ્રયાગ થઈને રામપુર પહોંચશે.5 નવેમ્બરે કેદારનાથ ઓમકારેશ્વરમાં બિરાજમાન થશે.
આ વર્ષે 16 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. છેલ્લા 6 દિવસમાં 1 લાખ શ્રદ્ધાળુઓ
आखिरी शाम बाबा के धाम🤗🕉️🔱
— श्री केदारनाथ (@ShriKedarnath) November 2, 2024
इस वर्ष की अंतिम संध्या आरती दर्शन कीजिए। रिपोस्ट अवश्य करें बाबा आपको शीघ्र ही संकल्प देंगे🪔
हर हर महादेव शंभो🙏 #Kedarnath 🚩 pic.twitter.com/3illTQVb8V
કેદારનાથ પહોંચ્યા હતા. યમુનોત્રી ધામના દરવાજા પણ આજે જ બંધ થશે.
મંદિર પરિસરનો 10 ક્વિન્ટલ ફૂલોથી શણગાર
મંદિરના સભા મંડપ સહિત મુખ્ય દરવાજા 8.30 વાગ્યે બંધ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે હજારો ભક્તો કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે કેદારનાથની પંચમુખી મૂર્તિને ચલ વિગ્રહની દ્વારા ઉખીમઠ મોકલવામાં આવશે.
ભક્તોમાં ભારે ઉત્સાહ
ગૌરીકુંડથી સોનપ્રયાગ થઈને ડોલી આજે રાત્રે રામપુર ખાતે વિશ્રામ કરશે. આ પછી 5 નવેમ્બરથી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કેદારનાથના દર્શન થશે. કેદારનાથ આખા શિયાળા દરમિયાન અહીં રહે છે. આજે કપાટ બંધ થવાના અવસરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આખરે બદ્રીનાથ ધામના (Badrinath dham ) કપાટ બંધ કરવામાં આવશે
આ અગાઉ ગઈકાલે ગંગોત્રી ધામના (gangotri dham ) દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક ગંગોત્રીમાં માતા ગંગાની પૂજા (ganga pooha ) કરવામાં આવે છે. અહીંથી આગળ ગોમુખ છે, જ્યાંથી ગંગા નીકળે છે. સૌથી પહેલા ગંગોત્રીના કપાટ બંધ કરવામાં આવ્યા છે. હવે આજે કેદારનાથની સાથે યમુનોત્રીના કપાટ પણ બંધ રહેશે. ત્યાર બાદ આખરે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



