સીએમ ભુપેન્દ્ર પટેલનો લોકસભા ચૂંટણી
પ્રચાર , ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો
આગામી લોકસભા ચૂંટણી અન્વયે સાથી મંત્રી કનુભાઈ દેસાઈ ની સાથે વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ, પૂજ્ય સાધુ-સંતો, વિવિધ સંગઠનના હોદ્દેદારો, ઉદ્યોગ સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.
સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં ગત દસ વર્ષોમાં સુદૃઢ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ ઉપરાંત ઉદ્યોગજગત માટે અત્યંત પ્રોત્સાહક વાતાવરણ ઉભું થયું છે.
સામાન્યજનના ઉત્કર્ષની સાથોસાથ નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ થઈ છે.
મોદીજીના વિકાસની સાથે વિરાસતના ધ્યેયમંત્રને જનતાએ ઉમળકાભેર વધાવ્યો છે, ત્યારે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જ્વલંત વિજય અપાવવાનું આહવાન આ પ્રસંગે કર્યું.
આ ઉપરાંત
અમદાવાદ ખાતે આયોજિત સી.એ. સંમેલનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રો સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશનું અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે. આગામી સમયમાં મોદી સાહેબની ત્રીજી ટર્મમાં આ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચાડવાનું લક્ષ્યાંક છે.
આજે ગુજરાતમાં વિશ્વની ટોચની કંપનીઓ રોકાણ કરી રહી છે. ભારતમાં રોકાણ માટે ગુજરાત આજે સૌ કોઇ માટે ફર્સ્ટ ચોઈસ બન્યું છે, જે માનનીય વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનું જ પરિણામ છે.
મને વિશ્વાસ છે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સનો રોલ મહત્વપૂર્ણ બની રહેશે.
આજે દરેક વર્ગ માટે ગેરંટી માત્ર શબ્દ નહીં પણ પ્રત્યક્ષ અનુભૂતિ છે. માટે જ, આગામી લોકસભા ચૂંટણીમાં નિશ્ચિતપણે જીત છે
#AbkiBaar400Paar નો સંકલ્પ સાકાર થશે.