હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો; નલિયા 14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું

Posted 1 year ago with 21 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન વિભાગનાં અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે.

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો; નલિયા 14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર   રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું
1/1

ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો; નલિયા 14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર 

રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં શિયાળા (Winter in Gujarat)અંગેની આગાહી કરવામાં આવી છે. આજે 21મી નવેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23મી નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે. 

હવામાન વિભાગનાં અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર-પશ્ચિમના પવનોની દિશા બદલાતા હજી ઠંડી વધશે.  

નલિયા સૌથી ઠંડુ શહેર: 

બુધવારે નલિયા 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટમા 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી ભાવનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો

રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.