હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સોશિયલ મીડીયા, કલા અને સંસ્કૃતિ, ઇતિહાસ

ઘુમલીની તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલાતીર્થ ટ્રસ્ટની કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરનો યોજાયો કલાપર્વ.

Posted 1 hour ago with 85 views

Story by Paresh Vadhiya | 8 mins read

સમાચાર સારાંશ: ગુજરાતની સરકારી અને ખાનગી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ માંથી ખૂણેખૂણેથી ૫૦ જેટલા સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા.

ઘુમલીની તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલાતીર્થ ટ્રસ્ટની કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરનો યોજાયો કલાપર્વ.
1/2
ઘુમલીની તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલાતીર્થ ટ્રસ્ટની કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરનો યોજાયો કલાપર્વ.
2/2

ઘુમલીની તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલાતીર્થ ટ્રસ્ટની કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરનો યોજાયો કલાપર્વ

કલાતીર્થ ટ્રસ્ટ આયોજિત કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સંસ્થાન અંતર્ગત કલા-સંસ્કૃતિ સંશોધનસજ્જતા ત્રિ-દિવસીય કાર્યશિબિર પ્રકૃતિની ગોદમાં આવેલ તપોવન વિશ્વવિદ્યાલય, ઘૂમલી ભાણવડ મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની સરકારી અને ખાનગી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ માંથી ખૂણેખૂણેથી ૫૦ જેટલા સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાયા હતા. 

ઘુમલીની તપોવન વિશ્વવિદ્યાલય ખાતે કલાતીર્થ ટ્રસ્ટની કલા-સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્ય શિબિરનો યોજાયો કલાપર્વ.

    આ ત્રિ-દિવસીય કાર્યશિબિરનું ઉદ્દઘાટન તારીખ ૪-૭-૨૦૨૬ના રોજ સાંજે ૬-૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. જેના ઉદઘાટક તરીકે સુપ્રસિદ્ધ સાહિત્યકાર, પુરાતત્ત્વવિદ અને ઈતિહાસવિદ આદરણીયશ્રી નરોત્તમ પલાણસાહેબ અને અધ્યક્ષ તરીકે ધારાસભ્ય અને પૂર્વમંત્રીશ્રી મૂળુભાઈ બેરાસાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિવિશેષ તરીકે નિવૃત્ત IAS અધિકારી અને ચારણી સાહિત્યના અભ્યાસી અને વિદ્વાન વક્તા શ્રી વી. એસ. ગઢવીસાહેબ, સુપ્રસિદ્ધ ગાયક શ્રી માલદે આહીર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ કનારા, તાપી આહીર સમાજના પ્રમુખ શ્રી સોમાતભાઈ આહીર અને તપોવન વિશ્વવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભીમશીભાઈ કરમૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તપોવન વિશ્વવિદ્યાલયના સંગીત આરાધક બાળકોએ 'મૈત્રીભાવનું પવિત્ર ઝરણું' પ્રાર્થનાનું ગાન કરીને વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. ઉદઘાટન સત્રની આભારવિધિ જાણીતા ચિત્રકાર અને અભિનેતા શ્રી કનુ પટેલે કરી હતી.

 ત્રિ-દિવસીય સંશોધનસજ્જતા કાર્યશિબિરના પ્રથમ દિવસે તારીખ ૫-૭-૨૦૨૬ને રવિવારના રોજ પ્રથમ સત્રમાં નિવૃત્ત IAS અધિકારી, ચારણી સાહિત્યના અભ્યાસી અને વિદ્વાન વક્તા શ્રી વી. એસ. ગઢવી સાહેબે કલા-સંસ્કૃતિક્ષેત્રે સંશોધનમાં કેવો અવકાશ છે અને તેની કેટલી આવશ્યકતા છે તે અંગે વિગતે વાત કરી હતી. દ્વિતીય સત્રમાં જાણીતા ચિત્રકાર અને અભિનેતા શ્રી કનુ પટેલે ભારતીય કલા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો વિશે રસપ્રદ વાતો કરી હતી. ભોજનવિરામ બાદ તૃતીય સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. નરેશ શુક્લે સંશોધનરીતિ અને કાર્યપદ્ધતિ વિશે પોતાના વિશાળ અનુભવની ઝાંખી કરાવી હતી. ચતુર્થ સત્રમાં જાણીતા કલાવિદ અને અભ્યાસી પ્રો. નિસર્ગ આહીરે કલાસંશોધનની ભાષા અને પરિભાષા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રાત્રિભોજન બાદ ઘૂમલી ગામ પાસે આવેલ ૧૧મી ૧૨મી સદીમાં બાંધવામાં આવેલ પ્રાચીન શિવાલય ખાતે ઘૂમલી ગામના લોકો, તપોવન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિબિરાર્થી ભાઈઓ બહેનો દ્વારા ધારાસભ્ય અને પૂર્વમંત્રીશ્રી મૂળુભાઈ બેરાસાહેબ અને ભાણવડ શહેર અને તાલુકાના પદાધિકારીઓની ઉપસ્થિતમાં એક ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી પૂર્વે શ્રી નરોત્તમ પલાણસાહેબ, નૈષધ પુરાણી અને રામ મોરીએ ઉપસ્થિત સૌને પોતાના પ્રવચન થકી ધન્ય કરી દીધા હતા. 

   સંશોધનસજ્જતા કાર્યશિબિરના બીજા દિવસે તારીખ ૬-૭-૨૦૨૬ને સોમવારના રોજ પ્રથમ સત્રમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ચોટીલાથી પધારેલ ડૉ. નિયતિ અંતાણીએ ભાષાશુદ્ધિ અને લેખનકૌશલ અંગે તેમજ અનુસ્વાર અષ્ટકનું હરિગીત છંદમાં ગાન કરીને સૌને ધન્ય કર્યા હતા. દ્વિતીય સત્રમાં અમદાવાદની એસ. એલ. યુ. કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતા જાણીતા કવયિત્રી અને પ્રાધ્યાપિકા ડૉ. વર્ષા પ્રજાપતિએ સંશોધનનું સ્વરૂપ અને સીમા વિશે પોતાનો અભ્યાસ પ્રસ્તુત કર્યો હતો. ભોજનવિરામ બાદ તૃતીય સત્રમાં જાણીતા કથા-પટકથા લેખક શ્રી રામ મોરીએ સર્જન, ભાવન અને વિવેચન વિશે પોતાના જીવનની વાતો વણી લઈને અત્યંત રસપ્રદ અને ઉપયોગી વાતો કરી હતી. ચતુર્થ સત્રમાં જાણીતા RJ અને જલસો પોડકાસ્ટ દ્વારા ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ આયુર્વેદિક ડૉ. નૈષધ પુરાણીએ કલા અને સંસ્કૃતિનું સંશોધનલક્ષી મહત્ત્વ શું છે તે અંગે વિગતે વાત કરી હતી.

 રાત્રિભોજન બાદ શ્રી નૈષધ પુરાણીએ ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાનું વાચિકમ કરી વાચિકમ અંગે વિગતે વાત કરી હતી. ત્યારબાદ શ્રી રામ મોરીએ લોકગીત સાથે જોડાયેલી કથાની વિગતે વાત કરી પ્રદેશે પ્રદેશે લોકગીતમાં કેવા ફેરફાર જોવા મળે છે તે અંગે ભાવવિભોર કરે એવી પ્રસ્તુતિ કરી સૌને ધન્ય કર્યા હતા. અંતે ઉપસ્થિત શિબિરાર્થી ભાઈઓ અને બહેનોએ ગરબાનો આનંદ પણ માણ્યો હતો.

 સંશોધનસજ્જતા શિબિરના ત્રીજા દિવસે તારીખ ૭-૭-૨૦૨૬ને મંગળવારે પ્રથમ સત્રમાં અમદાવાદની ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્વાન અધ્યાપક ડૉ. અજય રાવલે કલા-સંસ્કૃતિ વિષયક સામગ્રીની ઉપલબ્ધિ અને વિનિયોગ વિશે વિવિધ પુસ્તકો અને જરૂરી સંદર્ભ સાથે ખૂબ જ વિગતે વાત કરી હતી.

સમાપન સત્રમાં અધ્યક્ષસ્થાને શ્રી નરોત્તમ પલાણસાહેબ અને અતિથિવિશેષ તરીકે મુંબઈથી ખાસ પધારેલ કલાસંસ્કૃતિ ચાહક અને જાણીતા દાનવીર શ્રી દેવેન્દ્રભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ પ્રાર્થના બાદ કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ અને આ કાર્યશિબિરના સ્વપ્નદૃષ્ટા શ્રી રમણીક ઝાપડિયાએ સમગ્ર શિબિરના આયોજનથી લઈને સમાપન સુધી સાથ સહકાર આપનાર સૌને યાદ કર્યા હતા. આગળના દિવસે લેવાયેલ સંશોધન અંગેની પરીક્ષાના પરિણામની જાહેરાત કરી પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ વિજેતાને અનુક્રમે ૫૦૦૦, ૪૦૦૦, ૩૦૦૦ અને અન્ય ત્રણ આશ્વાસન ઈનામ ૧૧૦૦ની ઘોષણા કરી હતી. શિબિરાર્થી ભાઈઓમાંથી ભાવનગરથી પધારેલ ચિત્રકાર શ્રી અશોકભાઈ પટેલ અને બહેનોમાંથી ડૉ. ભાવિનીબેન પંડ્યાએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

આ સમાપન સત્રમાં ચારેય દિવસ ઉદઘોષણા અને સંચાલન થકી સૌને સાથે રાખનાર પ્રા. અશ્વિન આણદાણી અને સમગ્ર શિબિરના સંયોજક તરીકે નિસર્ગ આહીરનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીતના ગાન સાથે સૌ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થાપનમાં ડો. ખુશાલ સીલુ, જીગર પંડ્યા અને પુરુષાર્થ અને તપોવન વિશ્વવિદ્યાલયના બાળકોએ ભારે જહેમત ઉઠાવીને સમગ્ર કલા- સંસ્કૃતિ સંશોધન સજ્જતા કાર્યશિબિરને સફળતા બક્ષી હતી.

ઘૂમલીનું પ્રાકૃતિક વાતાવરણ, તપોવન વિશ્વવિદ્યાલયના બાળકોની અભ્યાસનિષ્ઠા, વિવિધ વક્તાશ્રીઓએ આપેલ માર્ગદર્શન અને સમગ્ર આયોજનથી સંશોધન ક્ષેત્રે પ્રવૃત્ત થનાર અભ્યાસીઓ માટે આ કાર્યશિબિર યાદગાર અને ઉપયોગી બની રહ્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

પીએમ મોદીએ મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર.

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

પીએમ મોદીએ મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

ગુજરાત-મુંબઈ-દિલ્હીમાં વરસાદે અલ-નીનોની 'આગાહી' ખોટી સાબિત કરી.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

રામ મંદિરમાં થયેલી ઉચાપતમાં ચંપત રાય સહિતના ટ્રસ્ટીઓની પણ થવી જોઈએ તપાસ!" વિશ્વ હિન્દુ પરિષદે કરી માંગ.