હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું આ પહેલા 2019માં નોંધાયો હતો કેસ

Posted 1 year ago with 3 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દીને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વિવિધ જુદા જુદા રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, સેમ્પલને પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા

જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું આ પહેલા 2019માં નોંધાયો હતો કેસ
1/1

જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું આ પહેલા 2019માં નોંધાયો હતો કેસ 

ગુજરાતમાં બેવડી ઋતુના અનુભવના કારણે રોગચાળામાં વધારો થઈ રહ્યો હોય અને બદલાતી ઋતુના પરિણામે અનેક રોગચાળાએ દેખા દીધી છે. આ દરમિયાન પાંચ વર્ષ બાદ જામનગરમાં કોંગો ફીવરે દસ્તક દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય એક આઘેડ પશુપાલકનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં પણ સતર્ક થઈ ગયું હતું. 

જામનગરમાં કોંગો વાયરસે દેખા દીધી

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લામાં કોંગો રોગના વાયરસે દેખા દીધી હતા. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષીય આઘેડ પશુપાલકને તાવ આવતાં તેમને શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. શહેરમાં પાંચ વર્ષ બાદ શહેરમાં નોંધાયેલા આ કોંગો વાયરસના કેસમાં પરિણામે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.

દર્દી 21 જાન્યુઆરીએ થયા હતા દાખલ 

સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દીને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વિવિધ જુદા જુદા રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, સેમ્પલને પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં કોંગો ફીવર પોઝિટિવ આવ્યો હતો. જામનગર મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડો. એસ.એસ. ચેટરજીના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં આ પ્રથમ કેસ નોંધાયો હતો. 

2019માં નોંધાયો હતો કેસ 

શહેરમાં કોંગો ફીવરનો રિપોર્ટ પોઝોટીવ આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તંત્ર દ્વારા સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.