હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ

Posted 2 years ago with 54 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી

કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ
1/3
કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ
2/3
કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ
3/3

કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેનું સસ્પેન્સ આખરે ખતમ થયું છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ આપવામાં આવી છે. જોકે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી. 

અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કે.એલ. શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા આજે શુક્રવારે અંતિમ દિવસ હતો ત્યારે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ઉમેદવારી નોંધાવતા પહેલાં ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી છે.

લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠક પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠી લોકસભા સીટ પરથી કે એલ શર્મા (કિશોરી લાલ શર્મા)ને મેદાને ઉતાર્યા છે. મહત્વનું છે કે, ભાજપે આ બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. આ સાથે કોંગ્રેસે સોનિયા ગાંધીની બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાહુલ ગાંધી વિશે તો તમે બધા જાણતા જ હશો પણ અમેઠી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કે એલ શર્મા કોણ છે કે જેના પર કોંગ્રેસને આટલો ભરોસો છે.

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર 20મી મેના રોજ મતદાન છે અને નામાંકન માટેની છેલ્લી તારીખ 3જી મે એટલે કે આજે છે. મધરાતથી કોંગ્રેસ પક્ષમાંથી એક નામ સામે આવ્યું એ હતું. કે.એલ શર્મા. તેમનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે. મધરાતથી શરૂ થયેલ ચર્ચાઓ વચ્ચે આજે વહેલી સવારે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કેએલ શર્મા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુ છે. જ્યારે સોનિયા રાયબરેલીના સાંસદ હતા ત્યારે તેઓ તેમના સાંસદ પ્રતિનિધિ તરીકે રહેતા હતા.
?ref_src=twsrc%5Etfw">May 3, 2024

કિશોરી લાલ શર્મા લાંબા સમયથી અમેઠી અને રાયબરેલી બંને વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીનું કામ જોઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ્યારે મીડિયાએ તેને અપડેટ પૂછ્યું તો તેમણે કહ્યું કે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસના કે એલ શર્મા અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે અમેઠી બેઠક પર જંગ જામશે.

કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ

જાણો કોણ છે કિશોરીલાલ શર્મા ? કિશોરી લાલ શર્મા મૂળ પંજાબના લુધિયાણાના છે. 1983ની આસપાસ રાજીવ ગાંધી તેમને પહેલીવાર અમેઠી લાવ્યા ત્યારથી તે અહીં જ રહે છે. 1991માં રાજીવ ગાંધીના અવસાન પછી પણ જ્યારે ગાંધી પરિવારે અહીંથી ચૂંટણી લડવાનું બંધ કર્યું ત્યારે પણ શર્માએ કોંગ્રેસ પાર્ટીના સાંસદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. કેએલ શર્માનું અમેઠી અને રાયબરેલી સાથે જોડાણ ચાલુ રાખ્યું. તેણે શીલા કૌલ અને સતીશ શર્માનું કામ પણ જોયું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.