હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ : જન આક્રોશ યાત્રા બાલાસિનોર થી લુણાવાડા

Posted 5 months ago with 51 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો બનાવ્યો, ભાજપ સરકાર આદિવાસી સમાજને જમીન આપતી નથી: અમિતભાઈ ચાવડા

મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ  : જન આક્રોશ યાત્રા બાલાસિનોર થી લુણાવાડા
1/1

મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ 

જન આક્રોશ યાત્રા બાલાસિનોર થી લુણાવાડા 

મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ  : જન આક્રોશ યાત્રા બાલાસિનોર થી લુણાવાડા

મહિસાગર જિલ્લાના આદિવાસી સમાજના સેંકડો યુવાનો જાતિના દાખલાઓ માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે.દાખલા નહીં આપીને ભાજપ સરકાર યુવાનોની કારકિર્દી ખતમ કરી રહી છે:  અમિતભાઈ ચાવડા 

કોંગ્રેસ સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો બનાવ્યો, ભાજપ સરકાર આદિવાસી સમાજને જમીન આપતી નથી:  અમિતભાઈ ચાવડા 

ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારીઓ બેફામ,એક પણ સરકારી ઓફિસમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી: 

મહીસાગર જિલ્લાના લોકોની એક જ માંગ, જિલ્લા દૂધ સંઘ (જિલ્લા ડેરી) અને જિલ્લા સહકારી બેંક આપો:  અમિતભાઈ ચાવડા 

લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકામાં અને જિલ્લા પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર પકડાયો પણ ભાજપના નેતા ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે: શ્રી અમિતભાઈ ચાવડા 

આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે હેરાન કરવાનું બંધ કરે સરકાર : ડૉ તુષારભાઈ ચૌધરી

જન આક્રોશ યાત્રાના તેરમાં દિવસની શરૂઆત લુણાવાડાથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા લીંબોદરા, લીંબડીયા, બાબલીયા, બાકોર, ખાનપુર, આંકલીયા, તલવાડા, અમથાની, ધાસવાડા, મુનપુર ગામ, કડાણા, દિવડા માર્ગે સંતરામપુર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારે આદિવાસી સમાજને જળ, જમીન, જંગલના અધિકારો આપ્યા પણ જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી આદિવાસી સમાજના આ અધિકારનો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા આપવામાં નથી આવતા ભાજપે આદિવાસી યુવાઓની જિંદગી બરબાદ કરી નાખી છે. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં કરોડોનો ભ્રષ્ટાચાર પકડાયો હોવા છતાં ભાજપા ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે.આજે ભાજપના શાસનમાં સરકારી કચેરીઓમાં રૂપિયો આપ્યા વગર કોઈ કામ નથી થતા છેલ્લા કેટલાય સમયથી મહીસાગરમાં લોકો જિલ્લા દૂધ સંઘ અને જિલ્લા સહકારી બેંકની માંગ કરી રહ્યા છે જે પૂરી થવી જોઈએ 

ગુજરાતમાં ભાજપ આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં હજુ પણ રાજ્યના નાગરિકોને પીવા માટે ચોખ્ખું પાણી આપી શકી નથી. સંતરામપુરમાં પણ અનેકવાર લોકોના ઘરોમાં દૂષિત પાણીની ફરિયાદો આવી ચૂકી છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગ થાય છે અને લોકોના મોત પણ થાય છે. હજુ ગઈકાલે પણ ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર થયા છે અને સિવિલ હોસ્પિટલમાં લાઈનો લાગી છે. યાત્રા દરમિયાન ગઈકાલે બાલાસિનોરમાં પણ આવી જ સ્થિતિ સામે આવી. આ બધી ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપ શાસિત સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે અને આ સરકારને લોકોના જીવની કોઈ પડી નથી.

વિસ્તારમાં સ્થાનિક યુવાઓને રોજગાર માટે કોઈ વ્યવસ્થાઓ નથી. લોકો પોતાના ગામ છોડવા મજબૂર બની રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં જઈને મજૂરી કરવા મજબૂર બન્યા છે. કોંગ્રેસ ગરીબ વર્ગના લોકોને રોજગાર મળે એ માટે મનરેગા યોજના લાવી હતી, પરંતુ ભાજપ સત્તામાં આવતા તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો અને પોતાના ખિસ્સા ભર્યા તથા લોકોના હક્કો છીનવી લીધા ઉપરાંત બાજુના રાજ્ય રાજસ્થાનની ગાંધીનગરની સત્તામાં બેઠેલા મંત્રીના આદેશથી ખુદ પોલીસ દારૂની ગાડીઓને પ્રોટેક્શન આપીને ગુજરાતમાં ઘુસાડે છે બદલામાં કરોડોના હપ્તા સચિવાલય સુધી પહોંછે છે.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે જન આક્રોશ યાત્રા દરમિયાન તમામ જગ્યાએ આદિવાસી સમાજના લોકોએ જાતિના પ્રમાણપત્રને લઈને ફરિયાદ કરી છે. રાજ્ય સરકાર આદિવાસી સમાજના લોકોને ધક્કા ખવડાવે છે, યેનકેન પ્રકારે હેરાન કરે છે અને એમના હક્કો છીનવવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દાને લઈને આગામી સમયમાં વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજ સાથે મળીને રોડ રસ્તાઓ પર પણ આક્રમક લડત લડવામાં આવશે.

આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી  રામકિશન ઓઝા, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.