હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે

Posted 2 years ago with 56 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: સંસદના સેન્ટ્રલ હૉલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની ત્રણ કલાક ચાલેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા

સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે
1/4
સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે
2/4
સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે
3/4
સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે
4/4

સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે

સંસદના સેન્ટ્રલ હૉલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની ત્રણ કલાક ચાલેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક છોડીને રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખી શકે છે. છે. જો કે આ અંગે આખરી નિર્ણય 17 જૂન પહેલા લેવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે થયેલી ચર્ચા પ્રમાણે, ચૂંટણી વખતે કેજરીવાલ સહિત કેટલાક મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા. આ ઉપરાંત સ્વાતિ માલીવાલ સાથે પણ મારપીટ થઈ હતી, જેના કારણે કોંગ્રેસ સાથેના ગઠબંધનને મતોનું નુકસાન થયું હતું. પંજાબમાં આપ સાથે કોંગ્રેસનું ગઠબંધન ન હતું, જેનો ફાયદો પણ કોંગ્રેસને મળ્યો હતો. 

સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તોડી શકે છે

કોંગ્રેસે આજે ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં સોનિયા ગાંધીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે નિમવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે સાંસદોની માંગ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ દિશામાં વિચારવા મારે કેટલોક સમય જોઈએ છે.’

આજ બેઠકમાં કોંગ્રેસે ત્રણ પાનાનો સંકલ્પ પત્ર પણ જાહેર કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની સફળતાની પણ વાત કહેવાઈ છે. આ સાથે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશવાસીઓનો આભાર માનવાની સાથે ખુશી પણ વ્યક્ત કરી છે.

દિલ્હીની અશોકા હોટલમાં લગભગ ત્રણ કલાક સુધી કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટીના સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. જોકે રાહુલ ગાંધીએ કહ્યું કે, મને વિચારવાનો સમય આપો. આ પદ છેલ્લા 10 વર્ષથી ખાલી છે.

લોકસભામાં છેલ્લા 10 વર્ષથી વિપક્ષી નેતાનું પદ ખાલી છે. વર્ષ 2014માં કોંગ્રેસે 44 બેઠકો અને 2019માં 52 બેઠકો જીતી હતી. ભાજપ બાદ સૌથી વધુ કોંગ્રેસે બેઠકો જીતી હતી. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષની ખુરશી નહોતી મળી. વાસ્તવમાં લોકસભમાં વિપક્ષના નેતા બનવા માટે કોઈપણ પાર્ટી પાસે લોકસભાની કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો હોવી જરૂરી છે. એટલે કે 543 બેઠકોમાંથી 54 બેઠકો હોવી જરૂરી છે. કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં પોતાના દમ પર 99 બેઠકો જીતી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને વિપક્ષના નેતાનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લી લોકસભામાં કોંગ્રેસનું પ્રદર્શન થોડું સારું હતું, પરંતુ તેમ છતાં તે 54 બેઠકો જીતી શકી ન હતી. અધીર રંજન ચૌધરીને કોંગ્રેસના નેતા બનાવાયા હતા, પરંતુ તેમ છતાં કોઈ વિપક્ષના નેતા બની શક્યું ન હતું.

કોંગ્રેસે શનિવારે પક્ષની કાર્યસમિતિની બેઠક બોલાવી હતી. કોંગ્રેસમાં ટોચના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી કોંગ્રેસ વર્કિંગ કમિટીની વિસ્તૃત બેઠક નવી દિલ્હીની અશોકા હોટલ ખાતે મળી હતી. જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો અને પક્ષની ભવિષ્યની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને પક્ષના શીર્ષ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.