હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, લાઈફ સ્ટાઈલ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો

Posted 1 year ago with 46 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રેલવે પ્રોટેક્શન ફોર્સના એસપીએ જણાવ્યું કે, 'પાંચ કિલોની ક્ષમતાવાળું એલજીપીનું ખાલી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યું છે. ટ્રેનની સ્પીડ ધીમી હાવાથી લોકો પાયલોટે સિલિન્ડર પર નજર પડી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો
1/1

Uttrpadesh train accident ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો છે, જે અથડાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે. 

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફરી એકવાર ટ્રેનને ઉડાવી દેવાનું ષડયંત્ર કાનપુર દેહાત જિલ્લામાં રેલવે ટ્રેક પર એક નાનો ગેસ સિલિન્ડર મળ્યો

નોંધનીય છે કે, અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ માટે એલપીજી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે લાઇન પાસે પેટ્રોલ અને ગનપાઉડર પણ મળી આવ્યા હતા.

અહેવાલો અનુસાર, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ ડિવિઝનના પેરમ્બુર રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર LPGનો નાનો સિલિન્ડર મળ્યો હતો. માલગાડી અહીંથી પસાર થવાની હતી ત્યારે લોકો પાયલટે ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે જગ્યાએ રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મળ્યો તે કાનપુર દેહાત જિલ્લામાં છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સના એસપીએ જણાવ્યું કે, 'પાંચ કિલોની ક્ષમતાવાળું એલજીપીનું ખાલી સિલિન્ડર રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યું છે. ટ્રેનની સ્પીડ ધીમી હાવાથી લોકો પાયલોટે સિલિન્ડર પર નજર પડી ત્યારે તેમણે ઈમરજન્સી બ્રેક લગાવી અને પછી અધિકારીઓને જાણ કરી. આરપીએફએ આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ માહિતી આપવામાં આવી છે.'

સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું

ઉલ્લેખનીય કે, પશ્વિમ રેલવે, વડોદરા ડિવીઝનને શનિવાર (21મી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે,'કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી, ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.