હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ટેકનોલોજી

ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો

Posted 10 months ago with 16 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાંથી રેસકોર્સ પાસેની સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક આ વેસ્ટ નાખનાર હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સ્થાનિક કાઉન્સિલરોએ માગ કરી છે.

ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો
1/3
ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો
2/3
ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો
3/3

ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો

વોર્ડ નંબર 10માં ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો

ગોત્રીમાં આવેલા પાલિકાના ગાર્ડનમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળતા હોબાળો

વેસ્ટમાંથી રેસકોર્સ સર્કલ પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના લેટર પેડ અને કેસ પેપર મળ્યા

દંડાત્મક કાર્યવાહી કરવા સ્થાનિક કાઉન્સિલરોની માગ, રાત્રે ગાડી બોલાવી વેસ્ટ દૂર કરાયો!

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાંથી રેસકોર્સ પાસેની સ્ટર્લિંગ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક આ વેસ્ટ નાખનાર હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સ્થાનિક કાઉન્સિલરોએ માગ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના વોર્ડ નંબર 10માં ગોત્રી વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં મોડી સાંજે વિસ્તારના લોકો વોકિંગ કરવા ગયા હતા. જ્યાં તેમણે મેડિકલ વેસ્ટનો ઢગલો જોતા તાત્કાલિક સ્થાનિક કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ અને માજી કાઉન્સિલર સુનિતાબેન શુક્લાને જાણ કરી હતી. બંને દોડી ગયા હતા અને વેસ્ટ દૂર કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.વોર્ડ નંબર 10ના ભાજપા કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, `સાંજે ગાર્ડનમાં વોક કરવા માટે આવતા લોકોએ ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ કોઈ નાખી ગયું હોવાની ફરિયાદ કરી હતી. તુરંત જ અમે પહોંચી ગયા હતા અને તપાસ કરતાં મોટા જથ્થામાં મેડિકલ વેસ્ટ પ્લાસ્ટિકની થેલીઓમાં અને છૂટો પડેલો જોવા મળ્યો હતો. આ વેસ્ટમાંથી રેસકોર્સ સર્કલ પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના લેટર પેડ અને કેસ પેપર મળી આવ્યા હતા.'

દરમિયાન, આ અંગેની જાણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘને કરતા જ પાલિકાની સોલિડ વેસ્ટ ટીમ આવી પહોંચી હતી. તે સાથે જ આ અંગેની જાણ સ્ટર્લિંગ હોસ્પિટલને કરવામાં આવતા ડો. પંડ્યા સંબંધિત સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ હોવાની કબૂલાત કરી હતી.કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ વેસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા પાલિકાની સામાન્ય કચરાની ગાડીમાં નાખવામાં આવ્યો હતો અને કચરાની ગાડીવાળો તે વેસ્ટ ગાર્ડનમાં નાખી ગયો હતો. હકીકતમાં, આ વેસ્ટ હોસ્પિટલ દ્વારા જ નિકાલ કરવાનો હોય છે અથવા તો પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા મેડિકલ વેસ્ટની કોન્ટન કંપનીની ગાડીમાં નાખવાનો હોય છે. હોસ્પિટલે કચરાની ગાડીમાં મેડિકલ વેસ્ટ નાખીને ગંભીર ભૂલ કરી છે. આ અંગે પાલિકાએ તપાસ કરી હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ગાર્ડન સિક્યુરિટીની નિષ્કાળજી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. ખુલ્લામાં અને તે પણ ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ નાખવો ગંભીર બાબત છે. 

આ વેસ્ટ આરોગ્ય માટે પણ હાનિકારક છે.' જોકે, રાત્રે જ કોન્ટન કંપનીની ગાડી બોલાવી ગાર્ડનમાં પડેલો વેસ્ટ દૂર કરાવી દેવામાં આવ્યો હતો.માજી ડેપ્યુટી મેયર સુનિતા શુક્લાએ પણ જણાવ્યું કે, 'ગોત્રી ગાર્ડનમાં મળી આવેલો મેડિકલ વેસ્ટ ગંભીર બાબત છે. આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ જવાબદાર હોય તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી તગડા બિલો વસૂલ કરવામાં આવે છે, ત્યારે તેઓએ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ રીતે વેસ્ટ નાખવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન થાય છે.' આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.