હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

ભારતમાં કોરોના કેસ 4000 પાર ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો! રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461

Posted 1 year ago with 16 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અત્યારે 1416 કેસ સાથે કેરળ સૌથી પહેલા નંબરે છે. તે બાદ મહારાષ્ટ્રમાં 494 કેસ સાથે બીજા સાથે અને 461 કેસ સાથે ગુજરાત ત્રીજા સ્થાને છે. દિલ્હીમાં અત્યારે 393 કેસ અને પશ્ચિમ બંગાળમાં 372 કેસ એક્ટિવ છે.

ભારતમાં કોરોના કેસ 4000 પાર ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો! રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461
1/1

અમદાવાદઃ ભારતમાં કોરોના કેસ 4000 પાર થઈ ગયાં છે. એક્ટિવ કેસમાં ગુજરાતમાં પણ દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં અત્યારે કુલ 461 કેસ એક્ટિવ છે. કોરોના કેસ (Gujarat Corona Update)માં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 કેસ નોંધાયા છે. જો કે, રાહતની વાત એ છે આમાંથી દરેકને હોસ્પિટલમાં સારવાર માટે નથી જવું પડ્યું, હોસ્પિટલમાં અત્યારે માત્ર 20 દર્દીઓને જ સારવાર હેઠળ રાખવા પડ્યાં છે. બાકીના દર્દીઓની હાલત સમાન્ય હોવાથી તેમને હોમ આઈસોલેટ (Home Isolate) રાખવામાં આવ્યાં છે. અત્યારે 441 દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. 

અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 241 પાર થઈ

ભારતમાં કોરોના કેસ 4000 પાર ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો! રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461

અમદાવાદ શહેરમાં પણ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. 

એક અઠવાડિયા પહેલા શહેરમાં માત્ર 76 દર્દીઓને કોરોના થયો હતો, જ્યારે અત્યારે તેમાં ત્રણ ઘણો વધારો થયો અને એક્ટિવ કેસની સંખ્યા 241ને પાર થઈ છે. તેમાંથી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેટ રાખીને સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યમાં જે પ્રકારે કોરોના કેસની સંખ્યાં વધી રહી છે, તેને જોતા આરોગ્ય વિભાગને સતર્ક થવાની જરૂર છે. કોરોનાના કારણે શહેરમાં બે લોકોના મોત પણ થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4265 પર પહોંચી

સમગ્ર દેશી વાત કરવામાં આવે તો, અત્યારે 1416 કેસ સાથે કેરળ સૌથી પહેલા નંબરે છે. તે બાદ મહારાષ્ટ્રમાં 494 કેસ સાથે બીજા સાથે અને 461 કેસ સાથે ગુજરાત ત્રીજા સ્થાને છે. દિલ્હીમાં અત્યારે 393 કેસ અને પશ્ચિમ બંગાળમાં 372 કેસ એક્ટિવ છે. 

આંકડા જોતા આરોગ્ય વિભાગે સત્વરે જાગૃત થવાની જરૂર છે. આમાંથી મોટાભાગના દર્દીને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે જેમની હાલત ગંભીર છે તેમને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 4265 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 108 નવા કેસ નોંધાયા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.