હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા

Posted 2 years ago with 269 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે.

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ હવામાન નિષ્ણાંત પરેશ  ગોસ્વામીએ કરી  આગાહી  લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા
1/2
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ હવામાન નિષ્ણાંત પરેશ  ગોસ્વામીએ કરી  આગાહી  લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા
2/2

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી 

લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 

આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે. 

રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, મે બાદ જૂન મહિનો પણ સખત રીતે તપી રહ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુનો પહોંચી રહ્યો છે. રાજ્યના લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદ અને ચોમાસાને લઇને મોટી આગાહી કરી છે. 

આગામી 10 જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આગામી 17 જૂને અરબ સાગર, બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સર્જાશે, અને 22 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે.

આગાહી અનુસાર દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં વરસાદ પડશે

8 જૂન : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ.

9 જૂન : પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

10 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

11 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.