હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, દુનિયા, ટેકનોલોજી

ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી

Posted 2 years ago with 112 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: બ્રિટનની એસ્ટ્રાજેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે.

ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી
1/3
ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી
2/3
ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી
3/3

ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી

વેક્સિનની આડઅસરના વિવાદ બાદ ડૉક્ટરોના મતે કોવિશિલ્ડ રસી લેનારા માટે 45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી

કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન ભારત સહિત અનેક દેશમાં કોવિશિલ્ડ તથા વેક્સજેવકિયા બ્રાન્ડના નામે વેચવામાં આવી હતી. હવે આ વેક્સિન બનાવનારી બ્રિટનની એસ્ટ્રાજેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે. 

રસીના કારણે ટીટીએસ (થ્રમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ) થવાથી શરીરમાં બ્લડ ક્લોટ થતાં બ્રેઇન સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો થવાની આશંકા રહે છે. આ અહેવાલ સામે આવ્યા બાદ ગુજરાતમાં કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ લેનારા અનેક લોકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અલબત્ત, ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉ. તુષાર પટેલે જણાવ્યું કે, 'ઈન્ફ્લૂએન્ઝાની વેક્સિન હોય તેમાં પણ મહદ્અંશે આડઅસર તો હોય જ છે. સામાન્ય રીતે એક વેક્સિન બનાવવામાં પાંચથી દસ વર્ષનો સમય થતો હોય છે. જેની સરખામણીએ કોરોનાના વેક્સિન બે વર્ષમાં બનાવાઇ છે. પરંતુ કોરોનાનો સમયગાળો જ એવો હતો કે તેમાં ઝડપથી વેક્સિન બનાવવામાં ન આવી હોત તો સ્થિતિ વધુ ગંભીર થઇ હોત. કોરોનાને કારણે પણ ક્લોટિંગ થવાથી હાર્ટ એટેકના કેસમાં વધારો થતો જોવા મળે છે. જેના કારણે હાલ જે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે તેના માટે કોવિડ બાદ થયેલા ક્લોટિંગને પણ જવાબદાર ગણી શકાય. '
?ref_src=twsrc%5Etfw">April 30, 2024
કાર્ડિયોલોજીસ્ટ કહી રહ્યા છે કે વેક્સિનને કારણે આડઅસર થતી હોવાનો ડેટા નહીં હોવાથી આ અંગે કોઇ તારણ પર આવી ના શકાય. અલબત્ત, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) દ્વારા વેક્સિનને ક્લિનચીટ આપી જ દેવામાં આવી છે. વેક્સિનની આડઅસર આપણા વાતાવરણમાં ના થતી હોય તેની પણ સંભાવના છે. હાર્ટ એટેકના કેસ માત્ર ભારત જ નહીં વિશ્વના મોટાભાગના દેશમાં વધી રહ્યા છે અને તેના માટે વેક્સિનને જવાબદાર ગણી શકાય નહીં. '  
ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાઇ ચૂક્યા છે. જેમાં પ્રથમ ડોઝ લેનારા 5.43 કરોડ, બીજો ડોઝ લેનારા 5.40 કરોડ જ્યારે પ્રીકોશન ડોઝ લેનારા 1.96 કરોડ છે. આ પૈકી કોવિશિલ્ડના 10.53 કરોડ, કોવેક્સિનના 1.89 કરોડ, કોર્બોવેક્સના 36.18 લાખ ડૉ. આપવામાં આવેલા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.