સમાચાર સારાંશ: અમદાવાદમાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં તાપમાન ૪૦ ડિગ્રી પહોંચી ગયું છે અને એવી ગરમીમાં શહેરના રામોલ વોર્ડ માં ખાનવાળી નો ટેકરો, ગફુર બસ્તી,ગુલાબ નગર વગેરે વિસ્તારના હજારો લોકો પ્રોસેસ હાઉસ ન પાપે પીવાના પાણીથી તરવડી રહ્યા છે
અમદાવાદમાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં પાણીનો કકળાટ અમદાવાદમાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં તાપમાન ૪૦ ડિગ્રી પહોંચી ગયું છે અને એવી ગરમીમાં શહેરના રામોલ વોર્ડ માં ખાનવાળી નો ટેકરો, ગફુર બસ્તી,ગુલાબ નગર વગેરે વિસ્તારના હજારો લોકો પ્રોસેસ હાઉસ ન પાપે પીવાના પાણીથી તરવડી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી પાણી ન મળતા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ અને મહિલા અગ્રણી શ્રી ફરજાના મેવાતી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સેકડો રહેવાસીઓ રોડ ઉપર માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યો હતો અને બહેનો રોડ ઉપર અડધા કલાક સુધી ચક્કા જામ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રોસેસ હાઉસ દ્વારા નજીકના તળાવમાં ઝેરી રસાયણ યુક્ત પાણી છોડવાના મામલે કમ અક્કલ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સત્તાવાળા આખા વિસ્તારમાં પાણીનું પુરવઠો અટકાવી દીધો છે ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે જેવો જીવતો જાગતો દાખલો અને બિનકાર્યછમ વહીવટ તેમજ બેદરકારી સામે આવી છે પ્રોસેસ હાઉસના ધનપતિ માલિકો ટેન્કરો દ્વારા પાણી મંગાવીને પોતાનું ધંધો ચાલુ રાખી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તા વાળાના રહેમરાહ થી ચાલતું હોય તેમની સામે સખત દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે નિર્દોષ નાગરિકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે કેમકે તેની નજીક રહેતા હજારો નાગરિકો છેલ્લા ત્રણ ત્રણ દિવસથી પીવાના પાણી વગર વલખા મારી રહ્યા છે હાલમાં પવિત્ર રમજાનના દિવસો ચાલી રહ્યા છે આ વિસ્તારમાં દેવીપુજકો ની વસ્તી પણ વધારે છે અને તેમની ધાર્મિક ઉજવણીઓ ચાલી રહી છે તેવા સમયે કોર્પોરેશન એ પ્રોસેસ હાઉસના પાપે આખા વિસ્તારમાં પાણી પુરવઠો અટકાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કેમકે ખરેખર તો પ્રોસેસ હાઉસની પાણીની લાઈનો તપાસીને બંધ કરવી જોઈએ તેના બદલે આખા વિસ્તાર નો પાણી પુરવઠો બંધ કરતા લોકો તડવડી રહ્યા છે નજીકની સોસાયટી વાળા પાણી ભરવા દેતા નથી અને ટેન્કરોનું ભાડું પોસાય તેમ નથી ત્યારે આ વિસ્તારમાં તાકીદે પાણી પુરવઠો ચાલુ કરવું જોઈએ જ્યાં સુધી પાણી પુરવઠો શરૂ ના થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવું જોઈએ જો તેમ કરવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકો મ્યુનિસિપલ કમિશનરના બંગલે નિવાસ કરવા જશે*
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



