હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

હોટસ્ટાર સ્પેશિયલ્સ ક્રિમિનલ જસ્ટિસની નવી સિઝનની જાહેરાત સાથે જ દર્શકો પંકજ ત્રિપાઠીને વકીલ માધવ મિશ્રા તરીખે જોવા આતુર છે

Posted 2 years ago with 42 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: 'ક્રિમિનલ જસ્ટિસ' દર્શકો માટે સૌથી વધુ રાહ જોવાતી વેબ સિરીઝમાંની એક છે અને હવે તે પછી ફરી રહી છે ડિઝની+ હોટસ્ટાર ઉપર, ફરી તૈયાર થઈ જાવ ન્યાય માટે લડતા માધવ મિશ્રાને જોવા.

હોટસ્ટાર સ્પેશિયલ્સ ક્રિમિનલ જસ્ટિસની નવી સિઝનની જાહેરાત સાથે જ દર્શકો પંકજ ત્રિપાઠીને વકીલ માધવ મિશ્રા તરીખે જોવા આતુર છે
1/1

ડિઝની+ હોટસ્ટારએ એક વિડિયો ટીઝર સાથે જાહેરાત કરી છે કે તેઓ તેમની લોકપ્રિય સિરીઝ 'ક્રિમિનલ જસ્ટિસ'ની ચોથી સિઝન સાથે પાછી આવી રહ્યા છે, અને આ સિઝનમા પણ પંકજ ત્રિપાઠી જ માધવ મિશ્રાના પાત્રમાં પરત ફરી રહ્યા છે. આ સિરીઝની પ્રથમ સિઝન 2018માં આવી હતી, જે બ્રિટિશ ટેલિવિઝન સિરીઝના સમાન નામ પર આધારિત હતી. ત્યારબાદ, 'ક્રિમિનલ જસ્ટિસ: બિહાઇન્ડ ક્લોઝડ ડોર્સ' નામની બીજી સિઝન 2020માં, અને 'ક્રિમિનલ જસ્ટિસ: અધુરા સચ' નામની ત્રીજી સિઝન 2022માં આવી હતી જેણે એપીસોડ દર એપીસોડ દર્શકોને જકડી રાખવામાં ખૂબ જ સફળ રહી હતી.

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે નવી સિઝન માધવ મિશ્રાના જીવનનો વધુ ઊંડાણથી પરિચય કરાવશે અને તેમની જટિલ કેસોને સરળતાથી પાર પાડવાની અને વ્યક્તિને ન્યાય અપાવવાની ક્ષમતા પર પ્રકાશ પાડશે. તેમણે આ સિરીઝની નવી સિઝનની જાહેરાત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે દર્શકો આ સિઝનને પણ પહેલાની જેમ પ્રેમ આપશે અને સફળ બનાવશે.


ડિઝની+ હોટસ્ટારના કન્ટેન્ટ હેડ ગૌરવ બેનરજીએ કહ્યું કે 'ક્રિમિનલ જસ્ટિસ' દર્શકો માટે સૌથી વધુ રાહ જોવાતી વેબ સિરીઝમાંની એક છે. તેમનું કહેવું છે કે પંકજ ત્રિપાઠી માધવ મિશ્રા તરીકે દર્શકોને નિરાશ નહીં કરે. આ સિરીઝનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા થયું છે. એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર સમીર નાયરે કહ્યું કે આ શો એવા કેસ લાવે છે જે જટિલ હોય છે અને દર્શકોને વિચારતા કરી મૂકે છે. 

'ક્રિમિનલ જસ્ટિસ'ના દર્શકો આ સિરીઝની આતુરતાથી રાહ જોવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.