હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત

Posted 1 week ago with 127 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ–૨૬ના વિજેતાઓનું સન્માન અને કલાગંગોત્રી ગ્રંથ-૩૮ અને કનુ પટેલ લિખિત કલાવાણી ગ્રંથનું વિમોચન કરાયું

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત
1/4
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત
2/4
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત
3/4
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત
4/4
❮ ❯

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાયા 

કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ–૨૬ના વિજેતાઓનું સન્માન અને કલાગંગોત્રી ગ્રંથ-૩૮ અને કનુ પટેલ લિખિત કલાવાણી ગ્રંથનું વિમોચન કરાયું 

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા SGGP અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત

 કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી અહીંની કલા સંસ્થા 'કલાતીર્થ ટ્રસ્ટ' દ્વારા ઈતિહાસ, પુરાતત્વ,કલા, સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ ૨૦૨૬ માટે ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડો. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર.ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનું 

 પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રોકડ માનધન રૂ. 21000/- શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી ના સહયોગથી અર્પણ કરવામાં આવ્યું. આ સમારોહ તા. રજી ઓકટોબર શુક્રવારના રોજ અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાન (એસજીવીપી)ના ઓડીટોરીયમમાં યોજાયો 

 ગુરુકુળના ગુરુવર્ય સ્વામી માધવપ્રિયદાસસજીના સાનિધ્યમાં આ સમારોહનું ઉદ્ધાટન પૂર્વમાહિતી નિયામક અને જાણીતા સર્જક વી.એસ. ગઢવી તથા ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કૃત જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ સંસ્કારભારતી ગુજરાત પ્રાંતના અઘ્યક્ષ અભેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુભાઈ પટેલ, સુરતના જે. બી. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

કલાતીર્થ ટ્રસ્ટના સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહિરે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધા પન્નાબહેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત સંસ્કૃતિ સંશોધન પુરસ્કાર પ્રકલ્પ-૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓ અઘ્યાપક અને સંશોધક વિભાગમાં પ્રથમ અજીત વાઘેલા, દ્વિતિય ડો. અરુણ વાઘેલા, તુતિય ડો. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઈનામને પાત્ર શોધપત્રોમાં ડો. સાધાના ટાંક, ડો. ભાવિની પંડયા, રવીન્દ્ર લાંબા, ભીમજી ખાચરીયા તથા ડો. ઝલક પટેલ વિજેતા થયા હતા જેમાં પ્રથમને રુ. ૩૧૦૦૦/– દ્વિતિયને રુા. ૨૫૦૦૦/– તથા તૃતિયને રુા. ૨૧૦૦૦/– જ્યારે આશ્વાસન ઈનામ વિજેતા પ્રત્યેકનુ રુા. ૧૦,૦૦૦/–નું માનધન, સ્મૃતિ ચિહન તથા પ્રમાણપત્ર તથા વિદ્યાર્થી સંશોધક વિભાગમાં પ્રથમ વિધિ પટેલ, દ્વિતિય ઋષિતા જોશી, તૃતિય તેજલ ગઢવી તથા અન્ય પાંચ આશ્વાસન ઈનામને પાત્ર શોધપત્રોમાં અતુલકુમાર ડોડીયા, દિવ્યરાજસિંહ યાદવ,જાગૃતિ ઠાકોર,મોબિન બસીર શેખ તથા સ્નેહલ ત્રિવેદી વિજેતા થયા છે જેમાં પ્રથમને રુ. ૨૫૦૦૦/– દ્વિતિયને રુા. ૨૦૦૦૦/– તથા તૃતિયને રુા. ૧૫૦૦૦/– જ્યારે આશ્વાસન ઈનામ વિજેતા પ્રત્યેકનુ રુા. ૫,૦૦૦/–નું માનધન, સ્મૃતિ ચિહન તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું 

આ પ્રસંગે લોકસાહિત્યકાર અને કલાકાર અભેસિંહ રાઠોડ દ્વારા દુહા છંદ રજૂ થયા ત્યારે ઉપસ્થિત સૌ કોઈ તલ્લીન થયા હતા. 

આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ કલાતીર્થના કાર્યોને બિરદાવ્યું હતું. જયારે સન્માન મેળવેલ તમામેં સંશોધન કાર્યમાં હંમેશા સંસ્થા સાથે રહેવાનો સંકલ્પ કર્યો હતો 

અહીં ઉલ્લેખનીય છેકે, કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચ.ડી. કક્ષાના પ્રાધ્યાપકો માટે ખાસ સંશોધન સેમિનાર તાજેતરમાં સૌરાષ્ટ્રના ઘુમલી ખાતેયોજાયો હતો જેમાં પચાસથી વધારે સંશોધકોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરું પડાયું હતું તો તાજેતરમાં જ ભુજના પ્રાગમહેલ ખાતે `કચ્છના જ ચિત્રકારોએ તૈયાર કરેલા કચ્છના અઢાર રાજવીઓ અને મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવીના વિશાળ તૈલચિત્રો પ્રાગમહેલના ક્રિસ્ટલ હોલમાં જાહેર જાનતા માટે ખૂલા મૂકવામાં આવ્યા હતા. આ અવસરે તમામ રાજવીઓનો સર્વાગી પરિચય કરાવતો કલાગંગોત્રી ગ્રંથ ૩૭નું વિમોચન પણ કરાયું હતું.

આ સમારોહનું સંકલન કિશોરજોશી, જીગરપંડયા, વિનય પંડયા, કમલેશ ગજજર, અનિલ શ્રીમાળી, વિમલા ઠકકર, બિજલ હરિયા તથા પ્રિયકા જોશીએ કર્યું હતું 

આ સમારોહમાં ઉપસ્થિત તમામનો કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહિર તથા સહ સંયોજક નરેશ અંતાણીએ આભાર માન્યો હતો

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

ભારત, ગુજરાત, ધર્મ

કોણે લખી હતી 'જય આદ્યાશક્તિ'ની આરતી? નવરાત્રીમાં જાણો આ રહસ્ય જાણો

વિશેષ વાંચન

નવરાત્રી: આરાધના, પરંપરા અને ઉત્સવનું મહાપર્વ