હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો

Posted 2 years ago with 115 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: આજે કલા પ્રત્યે ખાસ કરીને વ્યવસાયિક કલાઓ પ્રત્યે નવોદિત વિધાર્થીઓને અનેરું આકર્ષણ હોય છે. આ બદલાતા સમયમાં કલાની ઉપયોગીતા કલાના વિદ્યાર્થીઓ જાણે, અને ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજો પ્રત્યે જાગૃતિ દાખવી પોતે શીખેલી કલાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે સમજવા માટે આવા કાર્યક્રમ અને પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે

સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો
1/4
સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો
2/4
સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો
3/4
સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો
4/4

CVM UNIVERSITY FINE ART સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું.

સી.વી.એમ. કોલેજ ઓફ ફાઇન આર્ટસ્ દ્વારા કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. તે અંતર્ગત અવિરત યોજાતા કાર્યક્રમો હેઠળ વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન, ૧૬ થી ૧૯ દરમિયાન યોજવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સી. વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કળા સંવર્ધક ખ્યાતનામ સેરીગ્રાફર  અનીલ રેલિયા, અતિથિ વિશેષ તરીકે કલાવીદ રમણીક ઝાપડિયા અને સીવીએમ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.દર્શક દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા .સમગ્ર કાર્યક્રમના સંયોજક અધ્યાપક નીતેશ પટેલ હતા પ્રદર્શન આયોજન અદ્યાપક રાજેન્દ્ર થાનકી,ડો.દીપક ભટ્ટ,ઉદિત ભટ્ટ,મિહિર પટેલ,ગોવિન્દપ્રસાદ પંડયા એ કર્યું હતું. મંચ વ્યવસ્થા અધ્યાપિકા નિધિ ભટ્ટ અને વિદ્યાર્થી મોહિત તેજવાની તથા દ્વિતી પ્રજાપતિએ કરી હતી, 

સી.વી.એમ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ દ્વાદશ અને કળા પ્રદર્શન યોજાયું,કલાના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અનેક પ્રકારના પ્રેરણાદાયી આયોજનો
પ્રાર્થના પ્રજવલ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.મહેમાનોનો પરિચય અને સ્વાગત માનદ નિયામક ચિત્રકાર કનુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સી.વી.એમ.ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ કરેલાં અભ્યાસકીય કળા કાર્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે જુદા જુદા શબ્દાંકન થકી લોગો બનાવ્યા હતા. ઉપરાંત જુદાજુદા માધ્યમો અને સ્વરૂપોમાં કલાના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા નીખરી ઉઠી હતી. એક બાજુ સમાજ સાંસ્કૃતિક સંક્રમણ અનુભવી રહ્યો છે અને બીજી બાજુ ટેકનોલોજીના કારણે માનવ માનવ થી દૂર જઈ રહ્યો છે. તેવા સમયે કલાનું મૂલ્ય ખૂબ વધી જતું હોય છે. 

આજે કલા પ્રત્યે ખાસ કરીને વ્યવસાયિક કલાઓ પ્રત્યે નવોદિત વિધાર્થીઓને અનેરું આકર્ષણ હોય છે.
આ બદલાતા સમયમાં કલાની ઉપયોગીતા કલાના વિદ્યાર્થીઓ જાણે, અને ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજો પ્રત્યે જાગૃતિ દાખવી પોતે શીખેલી કલાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે સમજવા માટે આવા કાર્યક્રમ અને પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે તેમ શ્રી અનીલ રેલિયા એ જણાવ્યું હતું . આ ઘટના દ્વારા વિદ્યાર્થીઓ જુદા જુદા મટીરિયલ નો પોતાની સર્જનાત્મક માટે કેવી રીતે ઉપયોગ કરે તે શીખવા માટે ખૂબ જ ફાયદાકારક પ્રસંગ રહ્યો.

 રમણીક ઝાપડિયા એ પોતાનું વ્યાખ્યાન ખૂબ જ વિશદ અને માહિતીસભર આપ્યું.ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રસંગને ઉમળકાભેર વધાવીને પ્રદર્શનનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમ કલાના વિધાર્થીઓ માટે પ્રેરણાદાયી રહ્યો.સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલના આશીર્વાદ અને ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો દર્શક દેસાઈના સક્રીય સહયોગ થકી કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો.આભારદર્શન જનરલ સેક્રેટરી અંજલી ગીરી એ કર્યું હતું.આ પ્રસંગે પ્રસિદ્ધ કવિ હરીશ મીનાશ્રુ,સાહિત્યકાર અશોકપુરી ગોસ્વામી ચિત્રકાર ઉદય પટેલ,કિશોર નરખડીવાળા ભગીની સંસ્થાના આચાર્યા ભાવનાબેન પટેલ અને આર્ટસ ફેકલ્ટીના ડીન સુ શ્રી અર્ચના સી એસ ઉપસ્થિત રહ્યા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.