હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે

Posted 1 year ago with 10 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વાવાઝોડું ત્રિંકોમાલીથી લગભગ 120 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. નાગાપટ્ટિનમથી 370 કિમી દક્ષિણ પૂર્વમાં, પુડુચેરીથી 470 કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી 550 કિમી દક્ષિણ પૂર્વમાં હતું.

બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે
1/2
બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે
2/2

સાઈકલોન ‘ફેંગલ’ આ રાજ્યોમાં તારાજી સર્જશે, રેડ એલર્ટ જાહેર 

ચેન્નઈ: બંગાળની ખાડીમાં ફરી એક વાર વાવઝોડું તૈયાર થઇ રહ્યું છે, આ સાઈકલોનને ‘ફેંગલ’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. સાઈકોલનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે

બુધવારે, વાવાઝોડું ત્રિંકોમાલીથી લગભગ 120 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. નાગાપટ્ટિનમથી 370 કિમી દક્ષિણ પૂર્વમાં, પુડુચેરીથી 470 કિમી દક્ષિણ પૂર્વમાં અને ચેન્નાઈથી 550 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. હવામાન વિભાગ સાઈકલોન પર સતત નજર રાખી રહ્યું છે.

આ વિસ્તારોમાં ત્રાટકી શકે છે આ વાવાઝોડું:

વાવાઝોડાને કારણે તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. સ્કાયમેટ વેધર અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર ઝોનને કારણે શ્રીલંકાના ઘણા ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન જાફના અને મુલૈતિવુમાં ભારે વરસાદ થયો છે. 

આ દરમિયાન તમિલનાડુમાં પણ વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુના કુડ્ડલોર, કરાઈકલ, અથિરમપટ્ટિનમ, પરંગીપેટ્ટાઈ, મીનામ્બક્કમ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

એરલાઈન કંપનીએ એડવાઈઝરી જાહેર કરી છે:

સાઈકલોન ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે અથડાશે તો સૌથી વધુ નુકસાન તમિલનાડુમાં થઇ શકે છે. આ ઉપરાંત વાવઝોડાની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ જોવા મળી શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, ચક્રવાતી તોફાન કાં તો આંધ્રપ્રદેશના દક્ષિણ તટીય ભાગોમાં ત્રાટકી શકે છે અથવા તે દરિયાકાંઠાની ખૂબ નજીક જશે. 

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને કારણે ઈન્ડિગોએ ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન